1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરના લખતરમાં કરાતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યાં
સુરેન્દ્રનગરના લખતરમાં કરાતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યાં

સુરેન્દ્રનગરના લખતરમાં કરાતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યાં

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના વિકાસ કામો માટે  કરોડો રૂપિયા ફાળવાતા હોય છે. જેમાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરાતો હોવાની પણ ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે જિલ્લાના લખતરમાં ચાલતા વિકાસ કામોમાં બે-રોકટોક ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યો છે. વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલી લેખિત અને મૌખિક રજુઆતની તપાસ ન કરાંતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં લખતર ગામમાં અનેક જગ્યાએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર, ભ્રષ્ટાચાર હટાવો, લખતર બચાવોના બેનર લાગ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં મહિલા સરપંચે કાર્યભાર સંભાળ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોમાં બેફામ ભ્રષ્ટાચાર કરાયો છે. લખતરમાં નાળા, રોડ, રસ્તા, ગટર લાઈન અને ભૂગર્ભ ગટર હોવા છતા નવી ભૂગર્ભ ગટરલાઈન નાંખીને ગટર લાઈનમાં કનેક્શન દેવા સહિત રોડ રસ્તા બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લીધા હતા તેમજ અનેક કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે પુરાવા સહિતની લેખિત રજુઆતો લખતર તાલુકા પંચાયતથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી કરવામાં આવી છે. છતાયે સત્તાધિશો દ્વારા તપાસ પણ કરવામાં આવી નથી.

લખતરના મફતિયાપરા, કેન્ટીનપરા, શ્રેયાશ સોસાયટી, કૃષ્ણનગર, ભૈરવપરા, ઇન્દિરા આવાસ યોજના શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારમાં રોડ, રસ્તા, લાઈટ અને સફાઈનો અભાવ હોવાથી લખતર ગામના રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. આથી પરા વિસ્તારમાં લખતર પાટડી દરવાજે ઉગમણા દરવાજે ગાંઘીચોક સહિતના વિસ્તારમાં ‘ચૂંટણી બહિષ્કાર અમારા વિસ્તારમાં મત માંગવા આવવું નહિ’. ભ્રષ્ટાચાર ભગાવો લખતર બચાવો’. લખતર વાસીઓ એક બનીએ લખતરમાંથી ભ્રષ્ટાચાર ભગાવીએ સહિતના સ્લોગન સાથેના બેનર લગાવવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારીઓને છાવરતા અધિકારીઓ સામે પગલાં લેવાની પણ માગ કરવામાં આવી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code