
વિનય કુમાર સક્સેનાએ દિલ્હીના 22મા ઉપરાજ્યપાલ તરીકે આજે શપથ ગ્રહણ કર્યા
- વિનય કુમાર સક્સેનાએ દિલ્હીના 22મા ઉપરાજ્યપાલ
- આજે શપથ ગ્રહણ કર્યા
દિલ્હીઃ- દિલ્હીના નનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશના 22માં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિએ બે દિવસ પહેલા તેમની નિમણૂક કરી હતી, જ્યારે અનિલ બૈજલે ગયા અઠવાડિયે લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
દેશની રાજધાની દિલ્હીને ઉપરાજ્યપાલનો નવો ચહેરો મળી ગયો છે ,વિનય કુમાર સક્સેનાને આજે ભવ્ય સ્વાગત સમારોહમાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. શપથ લીધા પછી તરત જ લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ મંત્રણામાં મોટા સંકેત આપ્યા.
જ રોજ તેમણે પોતાના વક્દિતવ્લ્હીયમાં પ્માંરદુષણનો મુદ્દો છેડ્યો હતો .પ્રદૂષણ મુદ્દે બોલતા એલજી સક્સેનાએ કહ્યું કે હું દિલ્હીના પ્રદૂષણને ખતમ કરવા માટે દરેક પગલા ભરીશ. આ સાથે તેમણે દિલ્હીના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે કામ કરવાની વાત પણ કરી.
આ સાથે જ તેમણે કહ્યું કે એલજી તરીકે હું જનતા માટે કામ કરીશ અને રાજ નિવાસ કરતાં વધુ રસ્તાઓ પર જોવા મળીશ. ઉપરાજ્યપાલના આ નિવેદનથી નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે તે લોકોના મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને કેજરીવાલ સરકારની સામે આવી શકે છે,