
- હાથીની “માનવતા”
- માનવતા ભૂલનાર માનવીને પ્રેરક વીડિયો
- ડૂબતા વ્યક્તિને બચાવતા ગજરાજ

ઈન્ટરનેટ પર હાથીના એક બચ્ચાનો હ્રદયસ્પર્શી વીડિયો વાઈરલ થયો છે. ટ્વિટર પર ઘણાં લોકોએ આ વીડિયોને શેયર કર્યો છે. તેમા તે બાળ હાથી એક શખ્સને પાણીમાંથી ડૂબતો બચાવવાની કોશિશ કરી રહ્યો છે. પશુ થઈને જે પ્રકારે હાથીએ સમજદારી દેખાડી છે, લોકો તેનાથી ઘણાં પ્રભાવિત થઈ રહ્યા છે.
This young elephant spots a man he thinks is drowning in the river, and rushes across to save him, so tenderly. We are so lucky to share the world with such creatures. They are so unlucky to share it with us.❤️ CC : @ParveenKaswan pic.twitter.com/eEnfrAPrn8
— Sonu Nigam (@SonuNigamSingh) September 16, 2019
ટ્વિટર પર એક યૂઝરે વીડિયોને ટ્વિટ કરતા લખ્યુ છે કે યુવા હાથીએ એક વ્યક્તિને જોયો અને વિચાર્યું કે તે ડૂબી રહ્યો છે. માટે તે તેને બચાવવા માટે ભાગે છે. આપણે આવા પ્રાણીઓ સાથે દુનિયામાં જીવવા બદલ ખૂબ ભાગ્યશાળી છીએ. તેઓ આપણી સાથે આને શેયર કરવા માટે ઘણા અનલકી છે.
સોશયલ મીડિયા પર શેયર કરવામાં આવી રહેલો આ વીડિયો જૂનો હોવાનું જણાવાય રહ્યુ છે. આ ક્લિપને મૂળરૂપથી 2016માં ‘elephantnews’ નામની એક યૂટ્યૂબ ચેનલે શેયર કરી હતી. ટ્વિટર પર તેને શેયર કરાયા બાદ વીડિયો પર અનેક પ્રતિક્રિયાઓ મળી રહી છે.