1. Home
  2. ગુજરાતી
  3. વિરાટ કોહલી પહેલીવાર દીકરા અકાય સાથે દેખાયો, વીડિયો વાયરલ થયો
વિરાટ કોહલી પહેલીવાર દીકરા અકાય સાથે દેખાયો, વીડિયો વાયરલ થયો

વિરાટ કોહલી પહેલીવાર દીકરા અકાય સાથે દેખાયો, વીડિયો વાયરલ થયો

0
Social Share

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી આ સમયે લંડનમાં છે. વિરાટની વાઈફ અમુષ્કા શર્મા અને તેમના બાળક પણ લંડનમાં જ છે. હાલમાં જ કોહલી તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે અકાય અને વામિકા સાથે જોવા મળ્યો છે. આ પહેલીવાર છે જ્યારે તે અકાય સાથે જોવા મળ્યો છે.

વિરાટ કોહલીના એક ફેનએ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કોહલી તેના પુત્ર અકાય સાથે લંડનમાં જોવા મળ્યો છે. આ દરમિયાન તેની પત્ની અનુષ્કા અને વામિકા પણ જોવા મળી હતી. કોહલી T20 વર્લ્ડ કપ 2024 પછી તરત જ લંડન જવા રવાના થયો હતો. અનુષ્કા લાંબા સમયથી લંડનમાં છે. ખબર છે કે પૂરી રીતે લંડનમાં શિફ્ટ થઈ ગયો છે. આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ 2024થી બ્રેક પર છે. તેણે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. પણ તે વનડે અને ટેસ્ટ મેચ રમવાનું ચાલુ રાખશે. કોહલી જલ્દી મેદાનમાં પરત ફરી શકે છે. તેને ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વનડે શ્રેણીમાં તક મળી શકે છે. કોહલીની સાથે રોહિત શર્મા પણ શ્રીલંકા સામે વનડે શ્રેણી રમી શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ઓગસ્ટથી વનડે શ્રેણી રમાશે. શ્રેણીની બીજી મેચ 4 ઓગસ્ટે રમાશે. ત્રીજી મેચ 7મી ઓગસ્ટે રમાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code