
શિયાળામાં થઈ જાય છે વિટામિનની ઉણપ? તો આ વાતનું રાખો ધ્યાન
આપણા દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુ છે, અને દરેક ઋતુમાં રહેવા માટેની રીત અને પદ્ધતિ પણ અલગ અલગ છે. ઉનાળામાં શરીરની કાળજી અલગ રીતે રાખવી પડતી હોય છે, શિયાળામાં કાળજી રાખવાની રીત બદલાઈ જાય છે. આવામાં જે લોકોને શિયાળામાં હોઠ ફાટી જવાની સમસ્યા થતી હોય તે લોકોએ તે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હોઠ ફાટવાનું કારણ માત્ર શિયાળાની ઋતુ જ નથી પરંતુ શરીરમાં પાણીની ઉણપ, વિટામિન્સની ઉણપ તેમજ શુષ્ક ત્વચા પણ છે. આયર્ન, ઝિંક અને વિટામિન્સ આપણા શરીરને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
રિપોર્ટ્સ અનુસાર હોઠની ત્વચા શરીરની ત્વચા કરતા થોડી પાતળી હોય છે. આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપની સીધી અસર હોઠ અને ત્વચા પર જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે વિટામીન B એ કોષનું કાર્ય અને ઉર્જા ઉત્પાદન જેવા આઠ પાણીના વિટામિન્સથી બનેલું છે.
આ સિવાય વિટામિન B6 ની ઉણપ પણ આપણા શરીરને ઘણા નુકસાન પહોંચાડે છે. વિટામિન B6 ના સેવનથી ઊંઘ અને ભૂખમાં સુધારો કરી શકાય છે. આ વિટામિન ત્વચા માટે પણ જરૂરી માનવામાં આવે છે. આપણા હોઠની ત્વચા ખૂબ જ નાજુક હોય છે, જેને વધારાના પોષણની જરૂર હોય છે. વિટામિન B6 થી હોઠને ફાટતા અટકાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.