1. Home
  2. revoinews
  3. મતદાર યાદી સુધારણાઃ કામકાજ/મજૂરી અર્થે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે અગત્યના સમાચાર
મતદાર યાદી સુધારણાઃ કામકાજ/મજૂરી અર્થે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે અગત્યના સમાચાર

મતદાર યાદી સુધારણાઃ કામકાજ/મજૂરી અર્થે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે અગત્યના સમાચાર

0
Social Share
  • સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત કામકાજ/મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારોને તેમના કામના સ્થળે જ ગણતરી ફોર્મ ભરવાની સગવડ મળી રહે તે માટે વ્યવસ્થા કેમ્પ

અરવલ્લી, 13 નવેમ્બર, 2025: Voter List Revision: migrant voters ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવેલો છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે. જેનું અસરકારક અને સમયસર અમલીકરણ આવશ્યક હોઈ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરના સંદર્ભિત પત્રથી સ્થળાંતરિત મતદારો માટે નીચે મુજબની સૂચના આપવામાં આવેલી છે.

“સ્થળાંતરિત મતદારો માટે વ્યવસ્થા:- કામકાજ/મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે, તેઓ જે વિસ્તારમાં કામકાજ કરતા હોય ત્યાંની તાલુકા મામલતદાર કચેરી ખાતે ગણતરી ફોર્મ ઓનલાઈન ભરી શકે તે માટે દર અઠવાડિયે એક નિયત દિવસે ખાસ વ્યવસ્થા ગોઠવવી અને તેની બહોળી પ્રસિધ્ધિ કરવી.”

ઉક્ત સૂચના અન્વયે અત્રેના જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરવલ્લીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગણતરીના આ તબક્કા દરમિયાન કામકાજ/મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર અત્રેના જિલ્લામાં આવતા સ્થળાંતરિત મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં સગવડતા મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ તા.૧૪/૧૧/૨૦૨૫ અને તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ મહાલક્ષ્મી ટાઉનહોલ, મોડાસા ચાર રસ્તા ખાતે સવારે ૦૭.૩૦ કલાકે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.

તા.૧૪/૧૧/૨૦૨૫ ના રોજ જિલ્લામાં કામકાજ/મજૂરી અર્થે કામચલાઉ ધોરણે આવતા સ્થળાંતરિત મતદારોની નોંધણી કરવામાં આવશે. ત્યારબાદ તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ નોંધણી કરેલ સ્થળાંતરિત મતદારોના EF ભરાવવાની તેમજ વર્ષ-૨૦૦૨ ની મતદારયાદીમાં મતદારનું નામ મેપીંગ /લીન્કીંગ કરવાની કામગીરી કરવામાં આવશે. ઉક્ત ખાસ કેમ્પનો સ્થળાંતરિત મતદારો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે અપીલ કરવામાં આવે છે.

https://www.revoi.in/electoral-roll-revision-in-gujarat-do-you-have-any-confusion-learn-about-the-whole-process-here/

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code