
ચહેરા પરના ડાર્ક સર્કલને દુર કરવા છે? તો રાત્રે સુતા પહેલા આ ટ્રાય કરો
ચહેરા પર ડાર્ક સર્કલ અને ખીલ હોય તે કોઈ વ્યક્તિને ગમે નહીં. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ કરતા હોય છે છત્તા પણ તેમને રાહત મળતી નથી પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી,વાત એવી છે કે જાણકારોના મંતવ્ય અનુસાર કેટલીક સામાન્ય કાળજી રાખવાથી પણ આ સમસ્યાથી રાહત મળી શકે છે. ગ્લિસરીન ત્વચાને હાઈડ્રેટ રાખવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેમજ ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી ત્વચામાં સારો ગ્લો આવે છે. ગુલાબજળ, ગ્લિસરીન અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ત્વચા પર ક્રીમની જેમ લગાવો. આમ કરવાથી તમારી ત્વચા ગ્લો કરે છે.
બદામના તેલનો ઉપયોગ કરીને તમે ચહેરા પરના ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા બદામના તેલના થોડા ટીપા પાંપણો પાસે લગાવો. એક મિનિટ માટે હળવા હાથે મસાજ કરો અને પછી તેને આખી રાત રહેવા દો. આમ કરવાથી ચહેરા પર ચમક આવે છે. આ ઉપરાંત એલોવેરા જેલની મદદથી તમે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ દુર કરી શકો છો. આ માટે તમે રાત્રે સુતા પહેલા એલોવેરા જેલ ત્વચા પર લગાવો. આં એન્ટી ઓક્સીડેંટનું કામ કરે છે. આથી શિયાળામાં તેનો ઉપયોગ રાત્રે સુતા પહેલા કરવો જોઈએ.
કોકોનટ ક્રીમ ત્વચા અને વાળ બંનેને સ્વસ્થ બનાવી શકે છે. તેમાં વિટામિન સી અને વિટામિન ઇ બંને હોય છે. તેથી તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર કોકોનટ ક્રીમ લગાવી શકો છો. આમ કરવાથી ચહેરાની ચમક વધે છે.
ઉલ્લેખનીય છે કે આ જાણકારી માત્ર માન્યતાને આધારે તૈયાર કરવામાં આવી છે, અને આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.