
દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત રાજઘાની દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને થોડા જ દિવસોમાં ફરીથી દિલ્હી પર પુરની સ્થિતિનું જોખમ મંડળાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે ફરી દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર એકવાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. સિગ્નેચર બ્રિજ પાસેના રાહત શિબિરમાં આશ્રય લેતા પૂર પ્રભાવિત લોકો ચિંતામાં મૂકાયા હતા.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અહી હજારો લોકોને સુરક્ષિત રીતે રાહત શિબીરોમાં ખસેડવામાં આવ્યા હતા. શુક્રવારે ત્રીજી વખત યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું.
શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે યમુનાનું જળસ્તર ત્રીજી વખત 205.38 મીટરને વટાવી ગયું છે, જેના કારણે યમુના નજીક રહેતા લોકોની ચિંતા વધી ગઈ છે.પૂર પ્રભાવિત લોકો પોતાનો બાકી રહેલો સામાન પણ હેમખેમ કરી શક્યા નથી કે તેમના માથે ફરી પૂરનો ભય મંડરાઈ રહ્યો છે.યમુનાનું પાણી ફરીથી ખતરાના નિશાનને પાર કરી ગયું. પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે યમુનાનું જળસ્તર ફરી વધી રહ્યું છે.
લગભગ એક અઠવાડિયાથી પાણીમાં ડૂબેલા રાજઘાટ સંકુલમાંથી શુક્રવારે જ પાણી હટાવવામાં આવ્યું છે. યમુના નજીક સ્થિત આ ઊંડી જગ્યામાં પાણી વધવા પર ફરીથી પાણી ભરાઈ જવાનો ભય છે. 10 જુલાઈના રોજ, યમુનાએ 205.33 મીટરના ખતરાના નિશાનને પાર કર્યું અને 13 જુલાઈના રોજ, દિલ્હીમાં 1978ના પૂર દરમિયાન યમુનાએ તેનું પાણીનું સ્તર 207.49 મીટરના તેના રેકોર્ડ સ્તરથી નીચે છોડી દીધું. 19 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે, યમુનાનું પાણીનું સ્તર ફરીથી 205.22 મીટર પર ખતરાના નિશાનથી નીચે આવી ગયું. પરંતુ છ વાગ્યાથી તેનું પાણીનું સ્તર ફરી વધવા લાગ્યું. ત્યારે ફરી ત્રીજી વખત નહીનું જળ સ્તર વધતા ચિંતા પણ વધી છે.