જળ મંત્રાલય દ્વારા સંસદમાં પ્રદૂષિત નદીઓનો ઉલ્લેખ, તમિલનાડુની નદી પ્રદુષણ મામલે મોખરે
- સંસદમાં પ્રદુષિતા નદીનો મુદ્દો ઉઠ્યો
- દેશની અનેક નદીઓમાં તમિલનાડુની નદી સૌથી વધુ દુષિત
દિલ્હીઃ- દેશભરમાં અનેક નદીઓ આવેલી છે,જેમાં ગંગા નદી પવિત્ર નદીઓમાની એક છે,જો કે છેલ્લા ઘણા સમયથી સરકાર પ્રદુષિત નદીઓને સાફ કરવાનું અભિયાન ચલાવી રહી છે ત્યારે સંસંદમાં પણ પ્રદુષિત નદીઓનો મુદ્દો ઉઠ્યો છે. પ્રદુષિત નદીઓમાં ગુજરાત અને તમિલનાડુ જ મોખરે છે.
વિતગ પ્રમાણે સંસદમાં 30 રાજ્યોની 131 નદીઓ દૂષિત થઈ ગઈ હોવાની વાત કહેવામાં આવી છે. જેમાં જમ્મુ-કાશ્મીરની 8 નદીઓ તમિલનાડુની કુમ નદી અને ગુજરાતની સાબરમતી નદીનો પણ સમાવેશ થયો છે. આ સ્થિતિ ચિંતા દર્શાવે છે.
આસામના કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીકે જલ શક્તિ મંત્રાલયને દેશની પ્રદૂષિત નદીઓ વિશે પૂછ્યું હતું. તેના જવાબમાં જલ શક્તિ મંત્રાલયે માહિતી આપી હતી જે પ્રમાણે 30 રાજ્યોની 131 જળ સ્ત્રોત નદીઓ દૂષિત થઈ ગઈ છે.દિલ્હીમાં યમુના નદીનું પ્રદૂષણ સ્તર 83 છે, જ્યારે નોઈડામાં યમુનાનું પ્રદૂષણ સ્તર 127 છે.
જાણકારી પ્રમાણે સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની સાબરમતી નદી 292 પ્રદૂષણ રેટિંગ સાથે અને ભાદર નદી 258 રેટિંગ સાથે મોખરે છે, જ્યારે તામિલનાડુની કૂમ નદી 345 અને ઉત્તર પ્રદેશની ભીલા નદી 287 પ્રદૂષણ રેટિંગ સાથે સૌથી વધુ પ્રદૂષિત છે.
જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ચૂંટકોલ, તાવી, બાણગંગા, દેવક, ઝિલમ, લિદ્દર, બસંતર, ગાંવકદલના નામ સામેલ છે. તાપી નદી 14ના પ્રદૂષણ રેટિંગ સાથે કાશ્મીરની સૌથી પ્રદૂષિત નદી છે, જ્યારે ચૂંટક 11 અને દેવક 10 પ્રદૂષણ રેટિંગ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.
ગંગા નદીની શું છે સ્થિતિ જાણો
ગંગાની સ્થિતિ એકદમ સંતોષકારક છે. ફરુખાબાદથી અલ્હાબાદ, મિર્ઝાપુર, ગાઝીપુર વચ્ચે ગંગાનું પ્રદૂષણ સ્તર માત્ર 6 છે, પરંતુ બિહારમાં સિરશિયા ગંગાનું પ્રદૂષણ સ્તર 30 છે. આસામ રાજ્યની સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા ભારાલુનું પ્રદૂષણ સ્તર 76 છે, જ્યારે પંજાબની ધનગર નદી 210ના પ્રદૂષણ સ્તર સાથે રાજ્યની સૌથી પ્રદૂષિત નદી છે.