
સાઉથ ફિલ્મના જાણીતા અભિનેતા રામચરણ કોરોના પોઝિટિવ – ટ્વિટ કરીને આપી જાણકારી
- સાઉથના સપર સ્ટાર કોરોનાગ્રસ્ત મળી આવ્યા
- રામચરણને થયો કોરોના
- ટ્વિટ કરીને ફેન્સને જાણકારી આપી
દિલ્હીઃ-કોરોના મહામારીમાં અનેક સુપર સ્ટાર્સ પટકાયા છે, કેટલાક અભિનેતાઓ અત્યાર સુધી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, કેટલાક કે કોરોનામાં પોતનાના જીવ ગુમાવ્યા છે,કોરોનાએ અમીરી ગરીબી વટાવીને તમામ લોકોને જાણે પોતાનો પરચો બતાવ્યો છે, ત્યારે વધુ એક સુપર સ્ટાર કોરોના ગ્રસ્ત મળી આવ્યા છે.
સાઉથની ફિલ્મોના જાણીતા કલાકાર સુપર સ્ટાર રામચરણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળી રહ્યા છે, સંક્રમિત થયા છે, અભિનેતાએ તેમના ફેન્સને કોરોના પોઝિટીવ હોવા અંગેની માહિતી શેર કરી છે,તેઓ એ હાલ ઘરમાંજ પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લીધી છે. જોકે તેમણે જણાવ્યું કે તેમનામાં કોરોનાના કોઈ લક્ષ્ણ જોવા નહોતા મળ્યા.
અભિનેતાએ ટ્વિટ કરીને કહ્યું છે કરે, “મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારામાં કોરોનાના કોઈ જોવા મળ્યા નથી, હું મારા ઘરમાંજ ક્વોરન્ટાઈ છું. આશા છે કે હું જલ્દી સાજો થઈ જઉ અને વધુ મજબૂત થાઉ.”
આ સાથે જ અભિનેતાએ તેમને મળેલા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી છે, તેમણે તમામને અપીલ છે કે જે લોકો છેલ્લા થોડાક સમયમાં તેઓના સંપર્કમાં આવ્યા છે, તે તમામ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવીને લે અને પોતે સાવચેત રહે.ઉલ્લખેનીય છે કે કોરનામાં સાઉથ સુપરસ્ટારથી લઈને બોલિવૂડના અનેક સુપર સ્ટાર ઝપેટમાં આવ્યા છે,
સાહિન-