1. Home
  2. ગુજરાતી
  3. સાઉથના જાણીતા અભિનેતા કમલ હાસનની તબિયત બગડા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
સાઉથના જાણીતા અભિનેતા કમલ હાસનની તબિયત બગડા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરાયા

સાઉથના જાણીતા અભિનેતા કમલ હાસનની તબિયત બગડા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરાયા

0
Social Share
  • અભિનેતા કમલ હાસનની તબિયત બગડી
  • ચેન્નઈ સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ

ચેન્નઈઃ- સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને બોલિવૂડમાં અનેક સુપર હીટ ફિલ્મો આપનારા જાણીતા અભિનેતા કમલ હસનના ચાહકો માટે દુખ દ સમાચાર આવ્યા છે જાણકારી પ્રમાણે તેમની તબિયત અચાનક બગડી જતા તેઓને સારવાર અર્થે ચેન્નઈ સ્થિતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  તમિલ અભિનેતા કમલ હાસનને તાવ આવવાની ફરિયાદ બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે અભિનેતાને આજરોજ  ગુરુવારે રજા આપવામાં આવી શકે છે, તેમની તબિયત હાસ સુધરતી જોવા મળી છે.

વિતેલા દિવસને બુધવારના રોજ અભિનેતાને તાવ આવ્યો હતો, ત્યારબાદ તેને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ  અભિનેતાને બુધવારે ચેન્નાઈના શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, ડોક્ટરોએ અભિનેતાને આગામી બે દિવસ આરામ કરવાની સલાહ આપી છે. 68 વર્ષીય અભિનેતા આજે રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે.જો કે અત્યાર સુધી અભિનેતાએ આ મા લે સત્તાવાર રીતે કોઈ પણ જાણકારી શેર કરી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code