બંગાળઃ કલ્યાણી બોર્ડર પોસ્ટ પાસે તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કીટ જપ્ત કરાયાં
કોલકતાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSFએ કલ્યાણી બોર્ડર પોસ્ટ વિસ્તારમાં એક તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. બીએસએફના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે બીએસએફની એક ટીમે સોનું શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા એજન્સીએ દામચોરને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
BSFએ જણાવ્યું હતું કે, “તળાવમાંથી 40 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત 2.57 કરોડ રૂપિયા છે. હકીકતમાં, થોડા મહિનાઓ પહેલા, એક દાણચોર તળાવમાં કૂદી ગયો હતો જ્યારે પીછો કરીને સોનું છુપાવ્યું હતું.
BSFએ જણાવ્યું કે જ્યારે તેઓએ તે દાણચોરને પકડ્યો ત્યારે તેના કબજામાંથી કંઈ મળ્યું ન હતું. તેથી અમે તેને મુક્ત કર્યો હતો. તેણે તળાવમાં સોનું છુપાવ્યું હતું અને તેને પાછું મેળવવાની તક શોધી રહ્યો હતો. કોનું ક્યાંથી લવાયું હતું અને ક્યાં મોકલવાનું હતું તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી છે.
દેશમાં સોનાના ભાવમાં વધારો થવાને કારણે દાણચોરો વધારે સક્રીય થયાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ સોનાની દાણચોરી અટકાવવા અને દાણચોરોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ દિલ્હી એરપોર્ટ ઉપરથી બિનવારસી હાલતમાં કરોડોનું સોનું મળી આવ્યું હતું.