1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં બ્રાયન લારાની છાતીમાં અચાનક ઉપડયો દુખાવો, ગ્લોબલ હોસ્પિટલમાં કરાયા દાખલ
મુંબઈમાં બ્રાયન લારાની છાતીમાં અચાનક ઉપડયો દુખાવો, ગ્લોબલ હોસ્પિટલમાં કરાયા દાખલ

મુંબઈમાં બ્રાયન લારાની છાતીમાં અચાનક ઉપડયો દુખાવો, ગ્લોબલ હોસ્પિટલમાં કરાયા દાખલ

0
Social Share

વેસ્ટઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. બ્રાયન લારાને મંગળવારે મુંબઈના પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ કોઈપણ જાણકારી આપવાનો ઈન્કાર કર્યો છે. સૂત્રોએ કહ્યું છે કે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી.

50 વર્ષના બ્રાયન લારાને મંગળવારે બપોરે લગભગ 12-30 કલાકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને તાત્કાલિક મેડિકલ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે તે નજીકની એક હોટલમાં એક કાર્યક્રમમાં હતા, જ્યાં તેમને તબિયતને લઈને તકલીફ ઉભી થઈ હતી. મહત્વપૂર્ણ છે કે લારા હાલના વર્લ્ડકપ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સના વિશેષજ્ઞ તરીકે મુંબઈ સ્ટૂડિયોમાં કોમેન્ટ્રી ટીમના ભાગ છે.

દિગ્ગજ ક્રિકેટર રહેલા બ્રાયન લારાએ વેસ્ટઈન્ડિઝ તરફથી 131 ટેસ્ટ મેચોમાં 11953 રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 400 રનનો છે. જે વર્લ્ડ રેકોર્ડ પણ છે. લારાએ પોતાના ટેસ્ટ કરિયરમાં 34 શતક બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં આટલી જ સદી સુનીલ ગાવસ્કરે પણ કરી હતી. લારાએ 299 વનડે મેચોમાં 10405 રન બનાવ્યા હતા. જેમાં 19 સદીઓ અને 63 અર્ધશતક સામેલ છે.

બ્રાયન લારા અને સચિન તેંડૂલકરે 1990ના દશકમાં બેટ્સમેન ચાર્ટ પર પોતાનો દબદબો બનાવ્યો હતો.લારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 31 ટેસ્ટમાં 2856 રન બનાવ્યા હતા, જેમાં 9 સદી અને 11 અર્ધશતક સામેલ હતા. બ્રાયન લારાનું નામ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોર અણનમ 501 રનનો રેકોર્ડ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code