1. Home
  2. ગુજરાતી
  3. જાણો, શું હોય છે લૉ-અર્થ ઑર્બિટ સેટેલાઈટ, જેને તબાહ કરીને ભારત બન્યું છે સ્પેસ સુપરપાવર
જાણો, શું હોય છે લૉ-અર્થ ઑર્બિટ સેટેલાઈટ, જેને તબાહ કરીને ભારત બન્યું છે સ્પેસ સુપરપાવર

જાણો, શું હોય છે લૉ-અર્થ ઑર્બિટ સેટેલાઈટ, જેને તબાહ કરીને ભારત બન્યું છે સ્પેસ સુપરપાવર

0
Social Share

ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ મિશન શક્તિ હેઠળ લો અર્થ ઓર્બિટમાં સેટેલાઈટને તબાહ કર્યો છે. મિશન શક્તિને ત્રણ મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ મિશન બાદ અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત લો અર્થ ઓર્બિટમાં સેટેલાઈટને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતો દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. હવે સવાલ એ થતો હશે કે – આખરે લૉ અર્થ ઓર્બિટ સેટેલાઈટ શું હોય છે…

લો અર્થ ઓર્બિટ એટલે કે લીઓ સેટેલાઈટ સિસ્ટમનો ઉપયોગ ટેલિકોમ્યુનિકેશનમં કરવામાં આવે છે. આ સેટેલાઈટ્સ પૃથ્વીની સપાટીથી 650થી 1600 કિલોમીટરની ઉપર હોય છે. આ સેટેલાઈટનો ઉપયોગ મુખ્યત્વે ઈમેલ, વીડિયો કોન્ફરન્સિંગ અને પેજિંગ જેવા ડેટા કોમ્યુનિકેશનમા કરવામાં આવે છે. આ સેટેલાઈટ ઘણી ઝડપથી મૂવ કરે છે અને આવા સેટેલાઈટને સ્પેસમાં ફિક્સ કરવામાં આવતા નથી. મોટા ભાગે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ લો અર્થ ઓર્બિટ સેટેલાઈટનો ઉપયગો કરે છે, કારણ કે લો અર્થ ઓર્બિટમાં આવા સેટેલાઈટને સ્થાપિત કરવામાં ઓછી ઊર્જા વપરાય છે. તેના સિવાય સફળ ટ્રાન્સમિશન માટે આવા સેટેલાઈટ્સને ઓછા પાવરફુલ એમ્પ્લિફાયરની જરૂરત હોય છે.

લો અર્થ ઓર્બિટ સેટેલાઈટની હાઈ સ્પીડને કારણે આવા સેટેલાઈટથી ટ્રાન્સમિટ થનારા ડેટા એક સેટેલાઈટથી બીજામાં જાય છે, કારણ કે સેટેલાઈટ ખૂબ ઝડપથી ટ્રાન્સમિશન સ્ટેશનની રેન્જમાં આવાગમન કરતા રહે છે. લો અર્થ ઓર્બિટ સેટેલાઈટને સતત કવરેજ ઉપલબ્ધ કરાવે છે. સ્ટડીમાં ખુલાસો થયો છે કે આવા સેટેલાઈટ્સની વધતી લોકપ્રિયતાને કારણે લો અર્થ ઓર્બિટમાં ઘણી ભીડભાડ થઈ ચુકી છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ઓર્બિટમાં સેટેલાઈટ્સની સંખ્યાને સતત ટ્રેક કરી રહી છે.

સેટેલાઈટ્સની ત્રણ કેટેગરી હોય છે. લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ, મીડિયમ અર્થ ઓર્બિટ સેટેલાઈટ અને જિયો સેટેલાઈટ. લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ જિયો સેટેલાઈટ્સની સરખામણીએ નાના હોય છે. લો અર્થ ઓર્બિટ સેટેલાઈટમાં નવી ટેક્નોલોજી અને કોન્સેપ્ટનો ટેસ્ટ કરવો ઘણો સરળ અને સુવિધાજનક હોય છે.

જો કે કોઈ સિલેક્ટેડ લોકેશનમાં ફુલ કોમ્યુનિકેશન સર્વિસિસ આપવા માટે એક હજારથી વધારે લો ઓર્બિટ સેટેલાઈટ્સની જરૂરત પડે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code