1. Home
  2. ગુજરાતી
  3. Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ,મળશે નંબર છુપાવવાનો ઓપ્શન  
Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ,મળશે નંબર છુપાવવાનો ઓપ્શન  

Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ,મળશે નંબર છુપાવવાનો ઓપ્શન  

0
Social Share

લાખો લોકો દરરોજ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ કરે છે. જો કે, આ એપ્લિકેશન પર ગોપનીયતાને લઈને વિવાદો થયા છે.આ જ કારણ છે કે ઘણા લોકોએ સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.જો કે, હવે વોટ્સએપ તેની એપ્લિકેશનની ગોપનીયતા પર કામ કરી રહ્યું છે.WhatsApp આવા ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સની પ્રાઈવસીને મજબૂત કરશે.

ખરેખર, WhatsApp એક ઉપયોગી ફીચર લાવવાનું છે.જો તમે કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં તમારો નંબર બતાવવા માંગતા નથી, તો તે શક્ય છે.વોટ્સએપના નવા ફીચરની મદદથી તમે કોઈપણ ગ્રુપમાં તમારો નંબર હાઈડ કરી શકશો.WABTIFO ના રિપોર્ટ અનુસાર, આ નવા ફીચરનું એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, નવા ફીચરની રજૂઆત પછી તમે જેવા ગ્રુપમાં જોડાઓ છો, તમારો નંબર ડિફોલ્ટ રૂપે છુપાવવામાં આવશે, એટલે કે, તમારો નંબર ગ્રુપમાં હોવા છતાં કોઈ સભ્યને દેખાશે નહીં.પરંતુ જો તમે ઈચ્છો તો તમારો નંબર ગ્રુપમાં શેર કરી શકો છો.આ ફીચર એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.22.17.23 પર જોવામાં આવ્યું છે.

WABitinfo એ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જે બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ થયા પછી ફીચર કેવું દેખાશે તેનો ખ્યાલ આપશે. ફોન નંબર શેરિંગ નામનો વિકલ્પ હશે.આ વિકલ્પની મદદથી યૂઝર્સ નક્કી કરી શકશે કે તેઓ તેમનો નંબર ગ્રુપના સભ્યો સાથે શેર કરવા માગે છે કે નહીં.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code