
WhatsAppએ એક નવું ફીચર લોન્ચ કર્યું,જાણો આ ફીચર વિશે
WhatsAppએ એકનવું ફીચર લોન્ચ કર્યું છે, જેનું નામ છે Accidental Delete ફીચર. એવા લાખો યુઝર્સ છે, જે મેસેજ ડિલીટ કરતા સમયે ભૂલથી Delete For Me કરી દે છે, આવા મેસેજ આ નવા એક્સિડેન્ટલ ડિલીટ ફીચરથી પાછા મેળવી શકાશે. આ ફીચરના નામ મુજબ જ, યુઝર્સ પોતાના જ ડિલીટ કરેલા મેસેજને પાછા મેળવી શક્શે. ઘણીવાર એવું થાય છે કે, યુઝર્સ કોઈને ભૂલથી મેસેજ કરી દે પછી તે ડિલીટ ફોર ઓલના બદલે ડિલીટ ફોર મી કરી દે છે.
આવી સ્થિતિમાંથી યુઝર્સને આ એક્સિડેન્ટલ ડિલીટ ફીચર બચાવશે. ચાલો, જાણીએ કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે.
વ્હોટ્સ એપ ખૂબ જ ભરોસાપાત્ર, ઘણી બધી સુવિધાઓ આપનારું એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે, જે iOS અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર કામ કરે છે. મેટાની માલિકીના આ પ્લેટફોર્મ પર યુઝર્સને વધુ સુવિધા આપવા માટે રોજેરોજ નવા ફીચર્સ અને ફંક્શન્સ આપવામાં આવે છે. વ્હોટ્સ એપના આ નવા એક્સિડેન્ટલ ફીચરને બધા જ યુઝર્સ આવકારી રહ્યા છે.
વ્હોટ્સ એપે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે એપ પર હવે તેઓ Undo ફીચર લોન્ચ કરી રહ્યા છે, જેથી યુઝર્સ આવી ઓકવર્ડ પરિસ્થિતિમાંથી બચી શકે. જેવા મેસેજ મોકલનાર અથવા મેળવનાર મેસેજ ડિલીટ કરશે કે આ ઓપ્શન તરત જ બાજુમાં લખેલું જોવા મળશે.