1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PTC અને બીઍડ થયેલા બેરાજગોરોની ફોજ છે, ત્યારે બી.ટેક, MBAને શિક્ષક બનાવવા સામે વિરોધ
PTC અને બીઍડ થયેલા બેરાજગોરોની ફોજ છે, ત્યારે બી.ટેક, MBAને શિક્ષક બનાવવા સામે વિરોધ

PTC અને બીઍડ થયેલા બેરાજગોરોની ફોજ છે, ત્યારે બી.ટેક, MBAને શિક્ષક બનાવવા સામે વિરોધ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બોરોજગારોની મોટી ફોજ છે. સામાન્ય ભરતીમાં પણ લાખોની સંખ્યામાં અરજીઓ આવે છે. રાજ્યમાં અનેક યુવાનો પીટીસી, બીઍડ, તેમજ ટેટ અને ટાટની પરીક્ષામાં મેરીટ મેળવ્યા બાદ પણ નોકરીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઘણા યુવાનો તો એવા છે.કે, તે નોકરી મેળવવાની ઉંમર પણ વટાવી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે શિક્ષકની ભરતી માટેની લાયકાતમાં સુધારો કરીને બી.ટેક. એમબીએ, એમસીએ, સહિતની ડિગ્રીઓ  શિક્ષકની ભરતી માટે લાયક ગણવાનો નિર્ણય લીધો છે. આથી હવે એવી સ્થિતિનું નિર્માણ થશે કે, પીટીસી અને બીઍડ થયેલા યુવાનોને શિક્ષકની નોકરી મેળવવા વધુ સ્પર્ધાનો સામનો કરવો પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટેની લાયકાતમાં ફેરફાર કરીને હવે બીઈ, બીટેક, એમબીએ, એમસીએ, બીફાર્મ, એમ ફાર્મ સહિતના કોર્સમાં પાસ થનારા વિદ્યાર્થીઓને પણ શિક્ષક બનવાની તક આપી છે, સરકારે લીધેલા આ નિર્ણયનો શાળા સંચાલક મહામંડળે જોરદાર વિરોધ કર્યો છે.

ગુજરાત શાળા સંચાલક મહામંડળે જણાવ્યું હતું કે, જે શિક્ષકોની ભરતીમાં લાયકાતોનો ઉમેરો કરવામાં આવ્યો છે, તે અખતરો શિક્ષણ માટે ખતરારૂપ બની શકે છે, કારણ કે ભૂતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જે અમુક સમય બાદ ફાજલ પડ્યા હતા.

એન્જિનિયરિંગમાં સ્નાતક અભ્યાસક્રમ વિવિધ વ્યવસાય માટેનો છે. ફાર્મસી ભણનારા યુવાનો દવા કંપનીમાં, ફેક્ટરીમાં અને દવાની દુકાનોમાં પણ કામ કરી શકે છે, જ્યારે આ ઉમેદવારો ધોરણ 6થી 8માં અભ્યાસ કરાવી શકે તેમ નથી. આ ઉપરાંત એમબીએ થયેલા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને શું ભણાવશે તેનું સરકારે પહેલા તપાસ અને પૃથ્થકરણ કરવું જોઈએ, જેના પરિણામોને આધારે શિક્ષકની ભરતી કરવી કે નહીં તે અંગે નિર્ણય કરવો જોઈએ.

શાળા મંડળે સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, સરકાર માટે વિવિધ અખતરા કરવા એ શિક્ષણ માટે ખતરારૂપ છે. કોઈ પણ વિષયના સ્નાતક-અનુસ્નાતકને બેરોજગાર ગણીને તેને બીએડ કરાવીને શિક્ષણના વ્યવસાયમાં પોતાનું નસીબ અજમાવવા દેવાય તે શિક્ષણના હિતમાં નથી. આપણે ત્યાં પહેલેથી જ બીએડ, પીટીસી કરેલા બેરોજગારોની ફોજ છે, ત્યારે વધારે ઉમેદવારોને બીએડ કરાવીને બેરોજગારોની સંખ્યામાં વધારો કરી રહ્યા છો. શિક્ષકોની લાયકાત નક્કી કરતી સંસ્થાએ શિક્ષકોની શૈણક્ષિક લાયકાત નક્કી કરી છે. હવે ફાર્મસીનો અભ્યાસ કરનારા ઉમેદવારો બાળકોને કઈ રીતે ભણાવશે તે મોટો પ્રશ્ન છે. આવા અવનવા અખતરાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષણને ખતરામાં મુકી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code