Homeગુજરાતીશ્રીલંકા સામેની ટી - 20 સિરિઝમાંથી સંજૂ સેમસન બહાર - જાણો કયાં...

શ્રીલંકા સામેની ટી – 20 સિરિઝમાંથી સંજૂ સેમસન બહાર – જાણો કયાં નવા ખેલાડીને મળ્યું સ્થાન

  • સંજૂ સેમસન ટી 20 માંથી બહાર
  • જીતેન્દ્ર શર્માને મળ્યું સ્થાન

દિલ્હીઃ- ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસને ઘૂંટણ થયેલી ઈજાને કારણે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ટીમમાં તેના સ્થાને જીતેશ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં શ્રેણીની પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સેમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. પ્રથમ T20 મેચ દરમિયાન, સેમસનને બાઉન્ડ્રીની નજીક બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે તેના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેને સ્કેન માટે મુંબઈ લઈ ગઈ હતી અને તેને આરામની સલાહ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝનો બીજો મુકાબલો ગુરૂવારે પુણેમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને  મોટો ઝટકો લાગ્યો છે.સેમસન બહાર થતાં પસંદગી સમિતિએ જીતેશ શર્માને ટીમમાં સામેલ કર્યો છે. નોંધનીય છે કે જીતેશ શર્મા આઈપીએલ-2022માં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં અને અંતિમ ટી20 મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular