1. Home
  2. ગુજરાતી
  3. ODIમાં સૌથી વધુ કયા ભારતીય ખેલાડીએ પાકિસ્તાનની ધોલાઈ કરી, જુઓ ટોપ-7ની યાદી
ODIમાં સૌથી વધુ કયા ભારતીય ખેલાડીએ પાકિસ્તાનની ધોલાઈ કરી, જુઓ ટોપ-7ની યાદી

ODIમાં સૌથી વધુ કયા ભારતીય ખેલાડીએ પાકિસ્તાનની ધોલાઈ કરી, જુઓ ટોપ-7ની યાદી

0
Social Share

નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો હંમેશા અત્યંત રોમાંચક અને તણાવપૂર્ણ રહી છે. જ્યારે બંને ટીમો મેદાન પર સામસામે હોય છે, ત્યારે સૌની નજર ખેલાડીઓના પ્રદર્શન પર હોય છે. ખાસ કરીને, ભારતીય બેટ્સમેનોએ વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. કેટલાક બેટ્સમેનોએ તો પાકિસ્તાન સામે સતત રન બનાવીને રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

આંકડાઓ અનુસાર, સચિન તેંડુલકર એવા ભારતીય બેટ્સમેન છે જેમણે વન-ડે (ODI) મેચોમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવ્યા છે. તેમની પછી રાહુલ દ્રવિડ અને મોહમ્મદ અઝહરુદ્દીનનો ક્રમ આવે છે. ટોચના 7 ખેલાડીઓની આ યાદીમાં ભારતના અનેક દિગ્ગજ બેટ્સમેનોનો સમાવેશ થાય છે.

સચિન તેંડુલકર – 25226 રન

વન-ડે મેચોમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમણે 69 મેચોની 67 ઇનિંગ્સમાં 40.09ની સરેરાશ સાથે કુલ 2,526 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે તેમણે 5 સદી અને 16 અડધી સદી ફટકારી હતી અને તેમનો સર્વોચ્ચ સ્કોર 141 રન હતો.

રાહુલ દ્રવિડ – 1899 રન

‘ધ વોલ’ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડ આ યાદીમાં બીજા ક્રમે છે. તેમણે પાકિસ્તાન સામે 58 વન-ડે (ODI) મેચ રમી અને 1,899 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, દ્રવિડે 2 સદી અને 14 અડધી સદી ફટકારી હતી, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 107 રન હતો.

મોહમ્મદ અઝહરુદ્દીન – 1657 રન

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ પાકિસ્તાન સામે પુષ્કળ રન બનાવ્યા હતા. તેમણે 64 મેચોની 59 ઇનિંગ્સમાં કુલ 1,657 રન બનાવ્યા હતા. તેમના બેટમાંથી બે સદી અને નવ અડધી સદી નીકળી હતી, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 101 રન હતો.

સૌરવ ગાંગુલી – 1652 રન

ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક, સૌરવ ગાંગુલી આ યાદીમાં ચોથા ક્રમે છે. ગાંગુલીએ પાકિસ્તાન સામેની 53 વન-ડે મેચોમાં 1652 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 141 રન હતો.

યુવરાજ સિંહ – 1360 રન

યુવરાજ સિંહે પાકિસ્તાન સામે પણ પોતાની બેટિંગની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. તેણે 38 વન-ડે મેચોમાં 1,360 રન બનાવ્યા હતા. યુવરાજના નામે એક સદી અને 12 અડધી સદી નોંધાયેલી છે, જેમાં અણનમ 107 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે.

એમ.એસ. ધોની – 1231 રન

મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાન સામેની 36 વન-ડે મેચોમાં 1231 રન બનાવ્યા હતા. તેણે 2 સદી અને 9 અડધી સદી ફટકારી હતી. ધોનીની બેટિંગ સરેરાશ ૫૩.૫૨ હતી અને તેનો સર્વોચ્ચ સ્કોર 148 રન છે.

વીરેન્દ્ર સેહવાગ – 1071 રન

આ યાદીમાં વીરેન્દ્ર સેહવાગ સાતમા ક્રમે છે. તેણે પાકિસ્તાન સામેની 31 વન-ડે મેચોમાં 1071 રન બનાવ્યા હતા. સેહવાગે બે સદી અને છ અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 119 રન હતો. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેણે 102.58નો સ્ટ્રાઈક રેટ જાળવી રાખ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code