1. Home
  2. Dharma-ધર્મ
  3. દીપ પ્રગટાવવા જરૂરિયાતમંદોને તેલની 43 બોટલોનું વિતરણ કરાયું
દીપ પ્રગટાવવા જરૂરિયાતમંદોને તેલની 43 બોટલોનું વિતરણ કરાયું

દીપ પ્રગટાવવા જરૂરિયાતમંદોને તેલની 43 બોટલોનું વિતરણ કરાયું

0
Social Share
  • બરવાળા ખાતે દશામાના વ્રતના પ્રારંભે ગોરાહવા ઉમેશભાઈ ભરતભાઈની અનોખી ભક્તિ

બરવાળા, 12 ઓગસ્ટ, 2026: હિંદુ ધર્મમાં પવિત્રતા અને આસ્થાનું પ્રતીક મનાતા દશામાના વ્રતનો અષાઢ વદ અમાસના પવિત્ર દિવસથી શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. આ પ્રસંગે બોટાદ જિલ્લાના બરવાળા ખાતે એક સરાહનીય સેવાયજ્ઞ યોજાયો હતો, જેમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ (બરવાળા કોર્ટ) ના PLV (પેરા લીગલ વોલન્ટિયર) ગોરાહવા ઉમેશભાઈ ભરતભાઈ દ્વારા વ્રતના પ્રથમ દિવસે જ દીપ-જ્યોત પ્રગટાવવા માટે તેલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રદ્ધાળુઓ વ્રતના દસ દિવસ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવી શકે તે હેતુથી, ઉમેશભાઈ ગોરાહવા તરફથી સ્વેચ્છાએ ૧-૧ લીટર તેલની કુલ 43 બોટલોનું આસ્થા અને ઉમંગ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, દશામાનું વ્રત જીવનમાં પવિત્રતા અને સંસ્કારોનો સંદેશ આપે છે. વ્રતધારીઓને પૂજા-અર્ચનામાં અનુકૂળતા રહે તે માટે તેઓ દર વર્ષે અષાઢ વદ અમાસના રોજ વ્રતના પ્રથમ દિવસે જ્યોત પ્રગટાવવા માટે આ રીતે તેલનું વિતરણ કરવાનું ચાલુ રાખશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code