1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ડિગો ફ્લાઈટનું હવામાં જ એન્જિન ફેલ! ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગો ફ્લાઈટનું હવામાં જ એન્જિન ફેલ! ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગો ફ્લાઈટનું હવામાં જ એન્જિન ફેલ! ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

0
Social Share

ચેન્નાઈ, 12 ઓગસ્ટ 2026: IndiGo flight suffers mid-air engine failure કોલકાતાથી આવી રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ચેન્નાઈ એરપોર્ટ પર ‘ફુલ ઈમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ફ્લાઈટ લેન્ડ થવાની તૈયારીમાં હતી તે જ સમયે તેના ડાબા એન્જિનમાં ખામી સર્જાઈ હતી.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોલકાતાથી ચેન્નાઈ જઈ રહેલી અને 224 મુસાફરોને લઈને જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-723 એ 11 ઓગસ્ટના રોજ રાત્રે 11:29 વાગ્યે ‘ફુલ ઈમરજન્સી’ જાહેર કરી હતી.

લેન્ડિંગ પહેલાં જાણવા મળ્યું કે એન્જિન બંધ પડી ગયું હતું

ફ્લાઇટ રાત્રે 11:30 વાગ્યે આગમન કરવાની હતી, પરંતુ લેન્ડિંગની તૈયારી દરમિયાન પાયલોટને જાણ થઈ કે ડાબા એન્જિનમાં ખામી સર્જાઈ છે. એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરવામાં આવી અને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ સત્તાવાળાઓએ કટોકટીના પગલાં શરૂ કર્યા.

વિમાન રનવે પર સુરક્ષિત રીતે ઉતર્યું

વિમાન રાત્રે 11:37 વાગ્યે રનવે 25 પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તેમાં સવાર તમામ 224 લોકો સુરક્ષિત હતા. રાત્રે 11:47 વાગ્યે ‘ફુલ ઇમરજન્સી’ (પૂર્ણ કટોકટીની સ્થિતિ) પાછી ખેંચી લેવામાં આવી હતી. એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ કામગીરી સામાન્ય રહી હતી.

વધુ વાંચો: હિમાચલના સિરમૌરમાં એક બોલેરો ખીણમાં ખાબકી, 4નાં મોત અને 9 ઘાયલ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code