1. Home
  2. revoinews
  3. ગુજરાત કોંગ્રેસમાં ઓબીસી વિભાગમાં પદાધિકારીઓની નિમણૂક
ગુજરાત કોંગ્રેસમાં ઓબીસી વિભાગમાં પદાધિકારીઓની નિમણૂક

ગુજરાત કોંગ્રેસમાં ઓબીસી વિભાગમાં પદાધિકારીઓની નિમણૂક

0
Social Share

અમદાવાદ, 12 ઓગસ્ટ, 2026: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ OBC વિભાગના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાના ભાગરૂપે વિવિધ હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ OBC વિભાગના ચેરમેન ડૉ. મહેશ રાજપૂતે નવી નિમણૂકો અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંગઠનાત્મક સુધારા અને વિસ્તરણ માટે તૈયાર કરાયેલી દરખાસ્તને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

આ અંગે વિગત આપતાં ડૉ. મહેશ રાજપૂતે જણાવ્યું કે, તેઓએ 10 ઓગસ્ટ, 2026 ના રોજ નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ વડામથકે અખિલ ભારતીય કોંગ્રેસ OBC વિભાગના રાષ્ટ્રીય ચેરમેન અનિલ જયહિન્દ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ગુજરાતના સંગઠન માળખા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ OBC વિભાગના સોશિયલ મીડિયા કન્વીનર પદ પર ભાર્ગવ કિશોરભાઈ પઢીયારની નિમણૂક તેમજ સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ગુજરાત ઝોનના વિવિધ જિલ્લાઓ અને શહેરોના OBC વિભાગના પ્રમુખોની નિમણૂક અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય ચેરમેન અનિલ જયહિન્દ દ્વારા આ દરખાસ્તને 11 ઓગસ્ટ, 2026ના રોજ તાત્કાલિક મંજૂરી આપવામાં આવી છે. નવી નિમણૂકોથી ગુજરાતમાં કોંગ્રેસના OBC સંગઠનને નવી ઊર્જા મળશે અને આગામી સમયમાં ઓબીસી સમાજના પ્રશ્નોને વધુ વાચા આપી શકાશે તેવી આશા પ્રદેશ નેતૃત્વ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જુઓ યાદી…

Appointment of office bearers in OBC department in Gujarat Congress

Appointment of office bearers in OBC department in Gujarat Congress

Appointment of office bearers in OBC department in Gujarat Congress
Appointment of office bearers in OBC department in Gujarat Congress
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code