
સફેદ શર્ટ વિના સ્ટાઈલની વાત અધુરી છે. સફેદ શર્ટ જ છે જે કોઈપણ પ્રસંગમાં પહેરી શકાય છે. ઓફિસ, ઈન્ટરવ્યું, પાર્ટી, ટ્રાવેલ્સ વગેરે સમયે પહેરી શકાય છે. જેમાં દરેક જગ્યાએ આપ ખાસ લાગશો. જો સફેદ શર્ટને યોગ્ય રીતે પહેરવામાં આવે તો ચારચાંદ લાગી જાય છે. સફેદ શર્ટની ખાસિયત એ છે કે, આપ સરળતાથી કોઈ પણ પેન્ટ અથવા જીન્સ સાથે મેચ કરી શકો છો. પરંતુ ક્યાં પ્રસંગ્ર ઉપર તેને કેવી રીતે પહેરવો તેની જાણકારી હોવી જોઈએ. સફેદ શર્ટને આપ આપની સ્ટાઈલ અને પસંદના હિસાબની ખરીદી શકો છો. આ શર્ટને લઈને એવુ ના વિચારતા કે માત્ર ફોર્મલ લુક માટે જ યોગ્ય છે.
સફેદ શર્ટની સાથે શું પહેરવુ, સફેદ શર્ટને ટક ઈન કરીએ કે નહીં અને સફેદ શર્ટને પાર્ટીમાં પહેરીને જવાય કે કેમ તેવા સવાલો ઉભા થાય છે. આવા તમામ સવાલોના જવાબો જાણ્યા બાદ આપ જ નક્કી કરશો કે શર્ટ ક્યારે અને ક્યાં પહેરી શકાય છે.
- સફેદ શર્ટ સાથે મેચિંગ કરતા શીખો
સફેદ અને બ્લેક તથા બ્લ્યુનું કોમ્બિનેશન આપણે નાનપણથી જાણીએ છીએ. જો કે, આપ તેને બ્રાઉન, મરૂન, ગ્રીન કલર સાથે ચિનોજ અથવા જીન્સ સાથે પહેરો તો વધારે સુંદર લાગશે. આ લુકમાં આપ પ્લેન સફેદ શર્ટની સાથે બ્લેક ટ્રાઉઝર અને લેધરનું જેક્ટ પણ સરળતાથી ધારણ કરી શકો છે. બ્લ્યુ જીન્સ અને ડેનિમ જેકેટ સાથે પણ પહેરી શકાય છે. એટલું જ નહીં વ્હાઈટ સ્નીકરની સાથે આપ જેકેટના કલરના શૂઝ પણ પહેરી શકો છો.
- ટ્રાવેલિંગ લુક મેળવા શું કરશો
પ્રવાસ દરમિયાન સફેદ શર્ટ ગંદો થવાનો ડર રહે છે, પરંતુ આપ તેમાં વધારે આકર્ષિત લાગશો. પ્રવાસમાં કોર્ટનની હાફ સ્લીવ શર્ટ અને બ્લેક કલરની ટી-શર્ટ પહેરો. તેમજ સાથે સ્પોર્ટ શૂઝ અથવા સ્નીકર પહેરી શકો છો. પ્રવાસમાં ફોર્મલ શૂઝ ના પહેરવા જોઈએ.
- પાર્ટી માટે કેવો લુક સારો રહેશે
પાર્ટીમાં મોટાભાગના લોકો રંગબેરંગી અને શાઈનિંગ કલરના કપડાં પહેરવાનું પસંદ કરે છે. આ કપડા સારા લાગે છે. પરંતુ તેમાં આપ ભીડનો હિસ્સો બની જશો. જો આપ કંઈક અલગ ટ્રાય કરવા માંગો છો તો સફેદ કલરને પસંદ કરો. સફેદ રંગની પાર્ટી વિયરિંગ સ્ટાઈલની શર્ટ પસંદ કરો. જેને જીન્સ અથવા ચિનોજ સાથે પહેરીને પાર્ટીમાં જાવ. તેમજ ડેનિમ જેકેટ તથા અન્ય ટ્રેન્ડી જેકેટ પહેરશો તો વધારે સુંદર લાગશે. ઓક્સફોર્ડ સ્ટાઈલના લેધર શૂઝને પહેરવાથી આપ વધારે સ્માર્ટ દેખાશો.
- ફોર્મલ લુક માટે સફેદ શર્ટ
સફેદ શર્ટને ફોર્મલ લુકનો પર્યાય માનવામાં આવે છે. આ લુક માટે સફેદ શર્ટની ભારે ડિમાન્ડ હોય છે. ઓફિસમાં પુરુષો સફેદ શર્ટ વધારે પહેરે છે. ફોર્મલ લુકમાં સફેદ શર્ટને ટ્રાઉઝર તથા ખાખી બ્લેજર જેકેટની સાથે ધારણ કરવાથી આપ એટ્રેક્ટિવ દેખાશો. ફોર્મલ લુકમાં સફેદ શર્ટને શર્ટિંગ વિના ના પહેરો. આ સાથે ટસલ લોફર્સ અથવા બ્લેક ઓક્સફોર્ડ શૂઝ તથા બ્રાઉન ફોર્મલ શૂઝ પણ પહેરી શકો છો. આ લુક આપ ઈન્ટરવ્યુ તથા અન્ય સ્થળે પણ અપનાવી શકો છો. તમારે શર્ટની બાયને ફોલ્ડ કરીને પહેરવાની પણ આદત પાડવી જોઈએ. ફોર્મલ લુક માટે તમારે ટાઈની મેચિંગ પણ કરવી પડશે.