1. Home
  2. ગુજરાતી
  3. તાઉ-તે વાવાઝોડાથી 4ની મોત, 40 હજાર વૃક્ષો ધરાશાયી, 2500 ગામોમાં અંધારપટઃ 196 રોડ-રસ્તાઓ બંધ
તાઉ-તે વાવાઝોડાથી 4ની મોત, 40 હજાર વૃક્ષો ધરાશાયી, 2500 ગામોમાં અંધારપટઃ 196 રોડ-રસ્તાઓ બંધ

તાઉ-તે વાવાઝોડાથી 4ની મોત, 40 હજાર વૃક્ષો ધરાશાયી, 2500 ગામોમાં અંધારપટઃ 196 રોડ-રસ્તાઓ બંધ

0
Social Share

અમદાવાદ: કેરળ, કર્ણાટક, ગોવા અને મુંબઈમાં વિનાશ વેર્યા બાદ તાઉ-તે વાવાઝોડું સોમવારે મોડી રાત્રે દીવ નજીક ત્રાટક્યું હતું. તાઉ-તે વાવાઝોડાના કારણે ગુજરાતમાં 4 લોકોના મોતના નિપજ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં ચક્રવાત તાઉ-તેએ રાજ્યના કેટલાક ભાગોમાં ત્રાટકીને પશ્ચિમ કાંઠે તબાહી મચાવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. વાવાઝોડાને કારણે રાજ્યમાં ઘણા વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓને નુકસાન થયું છે, જેથી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યમાં 2500 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાતા અંધારપટ થવાયો છે. 40 હજારથી વધુ વૃક્ષો ઘરાશાયી બન્યા છે. 1081 વીજ થાંભલા પડી ગયા છે. 196 રોડ-રસ્તાઓ બંધ છે.

દીવ અને ઉના વચ્ચે ત્રાટકેલા અત્યંત ગંભીર ચક્રવાતી તૌકતે વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા મધ્યરાત્રિની આસપાસ સમાપ્ત થઈ ગઈ છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, તૌકતે અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તરીકે ગુજરાતના દરિયાકાંઠાને ઓળંગી ગયું અને ધીમે-ધીમે નબળું પડી ગયું, જે અમરેલી પાસે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં જોવા મળ્યું હતું. ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને લઈને મહેસુલ વિભાગના ACS પંકજ કુમારે જણાવ્યું હતું કે, હાલમાં વાવાઝોડાની સ્પીડ 100 કિમીની છે. તેમજ અમદાવાદ જિલ્લા અને ધોળકામાં તેની અસર દેખાઈ રહી છે. સાથે જ સાંજ સુધી આ વાવાઝોડાની પરિસ્થિતિ ચાલુ રહેશે. જોકે તંત્રની તકેદારીના કારણે કોઈપણ મોટી દુર્ઘટના થઈ નથી. મોટી ચિતા કોવિડ દર્દીઓની હતી. આપણે અન્ય રાજ્યમાં ગુજરાતમાંથી ઓક્સિજન પહોંચાડવામાં કોઈ તકલીફ પડી નથી.

‘તાઉ તે’ વાવાઝોડાને લઈ કોર્પોરેશન તંત્ર સજ્જ થયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વવાઝોડું આગળ વધી રહ્યું છે. અત્યારે 100થી 105 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આટલા બધા કલાક વાવઝોડું રહ્યું જેના કારણે ઘણી બાબત ચિંતા હતી. પણ તંત્રની તૈયારીના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. તેમણે વધુમાં કહ્યું, ભાવનગરમાં ઓક્સિજન પ્લાન્ટમાં પાવર કટ ના કારણે સમસ્યા થઈ હતી. 16 જગ્યાએ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.જ્યાં જનરેટર હતા. હાલ 2437 ગામ વીજળી ડુલ થઈ હતી. જેમાં 484 ગામમાં પૂર્વવત કરાઈ છે. 220 kvના સ્ટેશન બંધ થઈ ગયા છે જ્યાં કામગીરી ચાલુ છે.

અત્યાર સુધીમાં 1081 થાંબલા, 40 હજાર વૃક્ષો પડી ગયા. 196 રસ્તા બંધ થઈ ગયા, 16500 કાચા મકાન અસરગ્રસ્ત થયા છે, જેનો સર્વે ચાલુ છે. બીજા વિસ્તારમાં 100થી વધુની સ્પીડે પવન ચાલુ છે ત્યાં પણ નુકસાનનો સર્વે ચાલુ છે. અત્યારે વરસાદ 35 તાલુકામાં 1 ઈંચ વરસાદ થયો છે. બગસરામાં 9 ઈંચ, ઉનામાં 8 ઈંચ, સાવરકુંડલામાં 8 ઈંચ, અમરેલી અને આસપાસના સ્થાનોમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. કન્ટ્રોલરૂમથી તમાનની સાથે સંપર્કમાં છીએ. અત્યાર સુધી 3નાં મોત થા છે. જેમાં 1 વાપી, 1 રાજકોટ અને ગારીયાધારમાં 80 વર્ષના 1 વૃદ્ધનું મોત થયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code