
કોરોના થાય ત્યારે શા માટે સ્મેલ આવતી બંધ થઈ જાય છે ? જાણો શું કહે છે સંશોધન
- કોરોનાના દર્દીઓને શા માટે નથી આવતી ગંઘ જાણો
- કોરોનાને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
કોરોના ફરી એકત વાર સૌ કોઈને ડરાવી રહ્યો છે વર્ષ 2020મા શરુ થયેલી આ મહામારીએ ચતીનમાં કહેર ફરી ફેલાવ્યો છે ત્યારે હવે ફરી કોરોનાનો ડર જોવા રહ્યો છએ,કોરોનાના કારણે આપણાને નાકમાં ગંધ આવતી બંધ થઈ જાય છે કેટલાક લોકોએ આ અનુભવ્યું પણ હશે પણ શું તમે જાણો છો કે શા માટે કોરોનામાં ગંધ આવતી બંધ થી જાય છે.આ માનલે એક રિચર્ચ કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ તેનું ખાસ કરાણ.
આ બાબતે ડ્યુક યુનિવર્સિટીના સંશોધકે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે કોવિડમાં લોકો પહેલા તેમની ગંધ લેવાની ક્ષમતા ગુમાવે છે સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન મેગેઝિનમાં પ્રકાશિત એક સંશોધન સ્પષ્ટપણે જણાવે છે કે ગંધની ક્ષમતા ગુમાવવાનું કારણ આપણી રોગપ્રતિકારક શક્તિ છે.
ડ્યુક યુનિવર્સિટીના સંશોધક પ્રમાણે જો માનીએ તો, કોરોના આપણી રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને તે શ્વસન માર્ગને પણ અસર કરે છે. તે અનુનાસિક માર્ગ સાથે જોડાયેલ ચેતા કોષોને સંપૂર્ણપણે અસર કરે છે. જ્યારે કોરોના હોય છે, ત્યારે તે આપણી રોગપ્રતિકારક શક્તિ પર સતત હુમલો કરેતી જાય છે, જેના કારણે વ્યક્તિની ગંધ આવવાની ક્ષમતા ખોવાઈ જાય છે અને તેની સાથે જ ગંધ આવતીજ બંધ થઈ જાય છે.જ્યારે કોરોના હોય છે, ત્યારે રોગપ્રતિકારક કોષો નાકમાં સંવેદનશીલ સ્તર પર બળતરા પેદા કરે છે. જરૂરી સંવેદનાત્મક ચેતા કોષોને એક બાજુથી સાફ કરવામાં આવી રહ્યા છે. બાયોપ્સી કરીને, સંશોધકને ટી-સેલ્સ મળ્યા જે રોગપ્રતિકારક કોષો છે. SARS-CoV-2 ના કારણે નાક સાથે સંકળાયેલ કોષોમાં સતત સોજો રહે છે. જેના કારણે ગંધની શક્તિ જતી રહે છે.