
ખાલી પેટે ચા કેમ ન પીવી જોઈએ? જાણી લો
કેટલાક લોકોને આદત હોય છે કે તેઓને સવારમાં ઉઠે એવી તરત જ ચા પીવા જોઈએ છે. ભારતમાં મોટા ભાગના લોકોને સવારમાં ચા પીવાની આદત હોય છે કેટલાક લોકો ખાલી પેટે ચા પીતા હોય છે તો કેટલાક લોકો ચાની સાથે નાસ્તો પણ કરતા હોય છે પણ જે લોકોને ખાલી પેટે ચા પીવાની આદત હોય તે લોકોએ ચેતી જવું જોઈએ અને આ આદતને ભૂલી જવી જોઈએ કારણ કે તેનાથી અનેક નુક્સાન થાય છે.
જો પહેલા નુક્સાનની વાત કરવામાં આવે તો ખાલી પેટ ચા પીવાથી પેટમાં બળતરા થઈ શકે છે. જેના કારણે ઉબકા, ઉલ્ટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ખાલી પેટ ચા પીવાનું ટાળો. આ ઉપરાંત એસિડિટીની પણ સમસ્યા રહે છે. ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા વધી જાય છે. તેનાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેથી સવારે ખાલી પેટ ચા પીવાનું ટાળો.
જો વધારે નુક્સાનની વાત કરવામાં આવે તો ચામાં કેફીન હોય છે. જેના કારણે ઘણા લોકોને ચક્કર આવે છે. જે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે સાથે સાથે સવારે ખાલી પેટ ચા પીવાથી પેટનું ફૂલવું અને ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ તમારી પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર કરે છે.
રોજ ખાલી પેટ ચા પીવાથી તમારી ભૂખ ઓછી થાય છે. ઘણા લોકો દિવસમાં ઘણી વખત ચા પીતા હોય છે. આ કારણે તમારો ખોરાક ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.