1. Home
  2. ગુજરાતી
  3. 2024માં લોકસભાની ચૂંટણી નહીં લડુ – ભાજપ સાંસદ સની દેઓલ
2024માં લોકસભાની ચૂંટણી નહીં લડુ – ભાજપ સાંસદ સની દેઓલ

2024માં લોકસભાની ચૂંટણી નહીં લડુ – ભાજપ સાંસદ સની દેઓલ

0
Social Share
  •  બીજેપી સાંસદ સની દેઓલે કરી જાહેરાત
  • ‘2024માં લોકસભા ચૂંટણી નહીં લડીશ’

મુંબઈ:સની દેઓલ કે જે પોતાના એક્ટિંગ અને તેમના સ્વભાવના કારણે લાખો લોકોના દિલ પર રાજ કરે છે, તેમણે પોતાની ફિલ્મ જગતની દુનિયામાં જે રીતે સફળતા મેળવી તે રીતે રાજકીય ક્ષેત્રે પણ સફળતા મેળવી. ત્યારે હવે તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું કે તેઓ 2024ની લોકસભાની ચૂંટણીને લડશે નહી.

સની દેઓલે તે પણ કહ્યું કે અભિનયની દુનિયામાં મારું મન જે ઈચ્છે તે હું કરી શકું છું. પરંતુ જો હું રાજકારણમાં કંઈક પ્રોમિસ કરું અને તેને પૂર્ણ ન કરી શકું, તો હું તે સહન કરી શકતો નથી.

ફિલ્મ અભિનેતા સની દેઓલે વર્ષ 2019માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી, સનીએ વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા મતવિસ્તારના લોકોને મોટા મોટા વચનો પણ આપ્યા હતા, પરંતુ વચનો પૂરા કરવાનું તો દૂર હતું જ અને જીત પછી ગુરદાસપુર ગયા પણ નથી.

આ દિવસોમાં સની દેઓલની ફિલ્મ ગદર-2 કમાણીના મામલે ધૂમ મચાવી રહી છે. ‘પઠાણ’ બાદ હવે ‘ગદર 2’ પણ 500 કરોડનો ટાર્ગેટ પાર કરવા માટે તૈયાર છે. જો કે સની દેઓલએ પોતાની ફિલ્મ કારકર્દીમાં અનેક જોરદાર ફિલ્મો કરી અને નામ પણ કમાયું. આજના સમયમાં પણ તેમની ગદર ફિલ્મના કારણે પાકિસ્તાને તેમને બેન કર્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code