
દાંતીવાડામાં BSF દ્વારા રાષ્ટ્રીય રમત દિન અંતર્ગત હાફ મેરેથોનમાં વિજેતાઓનું સન્માન કરાયું
પાલનપુરઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સ આર્ટિલરી રેજિમેન્ટ દાંતીવાડા દ્વારા “રાષ્ટ્રીય રમત દિવસ” અંતર્ગત હાફ મેરેથોનનું આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત મુખ્ય અતિથિ સુકેશ જરૌલિયા, કાર્યકારી કમાન્ડન્ટ,અશોક કુમાર, ડેપ્યુટી કમાન્ડન્ટ, પંકજ કુમાર, ડેપ્યુટી કમાન્ડન્ટ અને મનીષ સિંઘ, ડેપ્યુટી કમાન્ડન્ટ દ્વારા મેરેથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ આર્ટિલરી રેજિમેન્ટ દાંતીવાડા દ્વારા “રાષ્ટ્રીય રમત દિવસ” અંતર્ગત હાફ મેરેથોનનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે કાર્યકારી કમાન્ડન્ડ સુકેશ જરૌલિયાએ જણાવ્યું હતું કે, આ દિવસને “રાષ્ટ્રીય રમત દિવસ” તરીકે ઊજવવાથી દેશના નાગરિકોમાં ખેલદિલી વડે રાષ્ટ્રીય એકતાની સાથે સાથે શારીરિક ક્ષમતા પણ સુદ્રઢ થશે. તેમણે ભારતમાં તેમનો જન્મ થયો એ બાબતે ગર્વની લાગણી અનુભવી આપણા દેશમાં એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ, સદભાવના વગેરે જાળવવા માટે આવા અનેક દિવસોને તહેવારો તરીકે ઉજવવામાં આવે છે, જેમાંથી બોધપાઠ મળે છે કે આવી ઉજવણી સાથે રાષ્ટ્રહિતનું નામ જોડવું જોઈએ. આ પ્રકારની સ્પર્ધા એ સંદેશ આપે છે કે સતત દોડવા માટે આપણામાં કેટલો સંયમ અને હિંમત છે, એ ભાવના સાથે હાફ મેરેથોનનું આયોજન કરવામાં કરાયુ છે.
હાફ મેરેથોન જે હેલીપેડ ગાઉન્ડથી નીકળીને 93મી કોર્પ્સના ગેટ નં.2 થી સરદાર કૃષિનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી (10.5 કિમી) દાંતીવાડા રોડ અને 93વી કોર્પ્સના ગેટ નંબર 2થી BSF કેમ્પસ દાંતીવાડા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી. હાફ મેરેથોનના પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાફ મેરેથોનથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.