1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ગરમીમાં ઘટાડાની સાથે વીજ માગમાં પણ ઘટાડો, 3500 મેગાવોટનો ઘટાડો
ગુજરાતમાં ગરમીમાં ઘટાડાની સાથે વીજ માગમાં પણ ઘટાડો, 3500 મેગાવોટનો ઘટાડો

ગુજરાતમાં ગરમીમાં ઘટાડાની સાથે વીજ માગમાં પણ ઘટાડો, 3500 મેગાવોટનો ઘટાડો

0
Social Share

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગણીમાં વધારો થયો હતો, પરંતુ ગરમી ઘટડાની સાથે વીજળીની માંગણીમાં લગભગ 3500 મેગાવોટનો ઘટાડો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ઉનાળો આકરો બનતા 8મી મેના રોજ વીજળીની માગ વધીને 21535 મેગાવોટ ઉપર પહોંચ્યો હતો. જો કે, હવે વીજળીની માંગણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ 18000 મેગાવોટ વિજળીનો વપરાશ શાય છે. જો કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં હજીય 6.5 ટકા પાવર કટનો અમલ ચાલુ જ છે. તેમ જ ઔદ્યોગિક વીજવપરાશકરોને માથે 5 ટકાનો વીજ કાપ પણ ચાલુ જ રાખવામાં આવ્યો છે. આ પાવર કટ ચાલુ રાખીને ખેડૂતોને આઠ કલાક સુધી થ્રી ફેઝ પર વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

સરકારે ઔદ્યોગિક વીજ વપરાશકારો પરનો વીજ કાપ 5 ટકાથી વધારીને 10 ટકા કરીને પણ રહેઠાણના વીજ વપરાશકારોને વીજળીનો પુરતો પુરવઠો આપવા માંગણી ઉઠી છે. કેન્દ્ર સરકારના ઉર્જા ખાતા તરફથી સિક્કાનો 500 મેગાવોટનો પાવર પ્લાન્ટ ચાલુકરી દેવાની સૂચના આપવામાં આવી હોવા છતાંય ગુજરાત સરકારની વીજ કંપનીમાં વીજ ઉત્પાદન હજી સુધી ચાલુ કરવામાં આવ્યું નથી.

બે દિવસથી ગરમી ઓછી થતાં અને પવનની ઝડપ વધતા વિન્ડ પાવરનું ઉત્પાદન 4500 મેગાવોટથી વધી ગયું છે. ગત અઠવાડિયા દરમિયાન વિન્ડ પાવરથી માત્ર 2000થી 2500 મેગાવોટ વીજળી પેદા થતી હતી. પરંતુ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિસીટ કોર્પોરેશન લિમિટેડના સરકારી વીજ પ્લાન્ટમાંથી ઘણાં વીજમથકો હજીય બંધ હાલતમાં છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે તો 30 ટકા આયાતી કોલસો વાપરીને પણ વીજ પ્લાન્ટ ચલાવવાની સૂચના આપી હોવા છતાં સરકારી વીજ પ્લાન્ટો બંધ હાલતમાં પડયા છે. તેને કારણે વીજ બિલમાં યુનિટદીઠ રૃા. 0.30 નો વધારો આવશે. મિનિસ્ટ્રી ઓફ પાવરે પણ આ વધારાનો ખર્ચ બોજ વીજ વપરાશકારોને માથે નાખી દેવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code