1. Home
  2. ગુજરાતી
  3. વર્કિંગ વુમન ઓફિસમાં પહેરી શકે છે આ કોટન સાડી, મળશે ગ્રેસફૂલ લૂક
વર્કિંગ વુમન ઓફિસમાં પહેરી શકે છે આ કોટન સાડી, મળશે ગ્રેસફૂલ લૂક

વર્કિંગ વુમન ઓફિસમાં પહેરી શકે છે આ કોટન સાડી, મળશે ગ્રેસફૂલ લૂક

0
Social Share

સામાન્ય રીતે ભારતની મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે, ઘરમાં વાર તહેવાર હોય કે પછી કોઈને ત્યાં પ્રસંગ હોય સૌ પ્રથમ સાડીને મહત્વ આપવામાં આવે છે,આજકાલ ફેશનની દુનિયામાં અનેક અવનવી ડિઝાઈનના વસ્ત્રો આવી ગયા છે તેમ છતાં દેશભરમાં સાડી મહિલાઓની પહેલી પસંદ રહી છે.પરંતુ હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઉનાળામાં તમે કોટનની સાડી પહેરી શકો છો.ઓફિસ માટે આ એક સારો વિકલ્પ છે. આમાં તમે ન માત્ર ખૂબ જ સુંદર દેખાશો, પરંતુ તમે આરામદાયક પણ અનુભવશો.

કલરફુલ કોટન સાડી – ઉનાળા માટે તમે ઓફિસ માટે કલરફુલ કોટન સાડી પણ પસંદ કરી શકો છો.તમે આમાં ખૂબ જ આરામદાયક અનુભવશો.સાથે જ તે તમને સુંદર દેખાવ પણ આપશે.

પ્લેન કોટન સાડી – મહિલાઓ ઉનાળામાં સિમ્પલ કોટન સાડી પહેરી શકે છે. ઓફિસ માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. તમે આ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ કેરી કરી શકો છો.મેકઅપ લાઈટ રાખો.આ સિમ્પલ સાડી તમને સ્ટાઇલિશ લુક આપશે.

પ્રિન્ટ ચેક્સ સાડી – તમે ઓફિસ માટે કોટન પ્રિન્ટ ચેક્સ સાડી પણ પહેરી શકો છો. પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટિંગ બ્લાઉઝ તેની સાથે કેરી કરી શકાય છે. આ તમને આકર્ષક દેખાવ આપશે.

વ્હાઈટ કોટન સાડી – સફેદ રંગ ઉનાળા માટે યોગ્ય છે. આ સૌથી લાઈટ કલર છે. તેનાથી ગરમી પણ ઓછી થાય છે. ઓફિસમાં તમે સફેદ રંગની કોટન સાડી પહેરી શકો છો. તેની સાથે સ્લીવલેસ બ્લાઉઝ કેરી કરો. આ તમને સુંદર દેખાવ આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code