1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડકપ-2023 મેચઃ સાઉથ આફ્રિકા સામે ભારતનો 243 રને શાનદાર વિજય, જાડેજાએ 5 વિકેટ લીધી
વર્લ્ડકપ-2023 મેચઃ સાઉથ આફ્રિકા સામે ભારતનો 243 રને શાનદાર વિજય, જાડેજાએ 5 વિકેટ લીધી

વર્લ્ડકપ-2023 મેચઃ સાઉથ આફ્રિકા સામે ભારતનો 243 રને શાનદાર વિજય, જાડેજાએ 5 વિકેટ લીધી

0
Social Share

કોલકાત્તાઃ શહેરના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી વર્લ્ડકપ મેચમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો 243 રને શાનદાર વિજય થયો હતો. આફ્રિકાની ટીમને 327 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેના જવાબમાં આખી ટીમ 27.1 ઓવરમાં 83 રન પર સમેટાઈ ગઈ હતી. આફ્રિકી ટીમને કોઈ બેટ્સમેન 20 રન પણ બનાવી શક્યો નહોતો. જ્યારે ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

 વિરાટ કોહલીની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ આઈસીસી વિશ્વકપ-2023માં સાઉથ આફ્રિકાને 243 રને પરાજય આપી સતત આઠમી જીત મેળવી છે. સેમીફાઈનલમાં પહોંચી ચુકેલી ટીમ ઈન્ડિયા હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહીને લીગ રાઉન્ડની સમાપ્તિ કરશે. ભારતે આજે ટૂર્નામેન્ટની બીજી સર્વશ્રેષ્ઠ ટીમ આફ્રિકાને કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધૂળ ચટાવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે સાઉથ આફ્રિકાની સામે 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલીએ પોતાના જન્મ દિવસ પર 49મી સદી ફટકારીને નોટઆઉટ 101 રન બનાવ્યા હતા. કોહલી જન્મદિવસ પર વનડે ઈન્ટરનેશનલમાં સદી ફટકારનારો ત્રીજો ભારતીય ખેલાડી છે. કોહલી પહેલા સચિન તેંદુલકર અને વિનોદ કાંબલી આવું કરી ચુક્યા હતા. મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકેટના દમ પર 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની 49મી વન ડે સદી નોટઆઉટ 101 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરે 77 રનની ઈનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકા માટે લુંગી એનગિડી, માર્કો જાનસેન, કગિસો રબાડા, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ લીધી હતી.

વનડે ઈતિહાસમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રનોના હિસાબે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ અગાઉ ભારતે સાઉથ આફ્રિકી ટીમને ફેબ્રુઆરી 2010માં ગ્વાલિયર અને એપ્રિલ 2003માં ઢાકા મેચમાં બરાબર 153 રનોથી હરાવ્યું હતું. આ વખતે ભારતીય ટીમે તમામ રેકોર્ડ્સ તોડતા 243 રનોના અંતરથી હાર આપી છે.

સાઉથ આફ્રિકાને હરાવી ભારતે ટૂર્નામેન્ટમાં સતત આઠમી જીત મેળવી છે. ભારતના 16 પોઈન્ટ થઈ ગયા છે અને ભારતે એક મેચ નેધરલેન્ડ સામે રમવાની બાકી છે. ભારતની જીતથી તે નક્કી થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર-1 ટીમ તરીકે પોતાના લીગ રાઉન્ડનો અંત કરશે. એટલે કે સેમીફાઈનલમાં ભારતની ટક્કર ચોથા નંબરની ટીમ સાથે થશે. જ્યારે ભારત સામે હાર બાદ આફ્રિકાએ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર પહોંચવાની તક ગુમાવી દીધી છે.

ભારતે આપેલા 327 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં ડિ કોક (5) રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ નવમી ઓવરમાં ટેમ્બા બવૂમા 11 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. મોહમ્મદ શમીએ એડન માર્કરમ (9) ને આઉટ કરાવી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. પાવરપ્લેમાં આફ્રિકાએ 3 વિકેટ ગુમાવી 35 રન બનાવ્યા હતા.

પાવરપ્લે બાદ પણ આફ્રિકાનો વિકેટ પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. ટીમનો સ્કોર 40 રન હતો ત્યારે હેનરિક ક્લાસેન 1 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શમીએ રાસી વાન ડર ડુસેન (13) ને LBW આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ઈનિંગની 17મી ઓવરમાં જાડેજાએ ડેવિડ મિલર (11) ને ક્લિન બોલ્ડ કર્યો હતો. આફ્રિકાએ 59 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code