1. Home
  2. ગુજરાતી
  3. આજે ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’ – જાણો શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ અને શુ છે તેનો ઈતિહાસ
આજે ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’ – જાણો શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ અને શુ છે તેનો ઈતિહાસ

આજે ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’ – જાણો શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ અને શુ છે તેનો ઈતિહાસ

0
Social Share

આજકાલ ફોટો પાડવાનો અને પડાવવાનો ક્રેઝ વધ્યો છે, સૌ કોઈ ફોટોનાૈ શોખીન બન્યા છએ પણ આ ક્રઝે હમણા તો નથી જ, ફોટોગ્રાફી પ્રાચીન કાળથી ચાલી આવે છે હા તે વાત જૂદી છે કે કેમેરામાં ફેરફારો અને તેની પ્રિન્ટ કે ક્લિયારીટીમાં વઘુ ફેરફારો થયા છે.ત્યારે આજરોજ 19 ઓગસ્ટના દિવસે વિશ્વભરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે.તો આજના દિવસે આ વિશે વાત કરવી રહી.

 એક કહેવત પણ છે કે એકે એક ચિત્ર હજાર શબ્દોનું મૂલ્ય દર્શાવે  છે. ફોટોગ્રાફ્સના આ મહત્વને ઉજાગર કરવા માટે, વિશ્વ ફોટોગ્રાફી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસનું વિશેષ ઐતિહાસિક મહત્વ છે કારણ કે માત્ર ફોટોગ્રાફ્સ દ્વારા જ વ્યક્તિ ઈતિહાસ જોડાયેલો છે.
વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીની શરુઆત
 પ્રાચીન સમય કે સો વર્ષ પહેલા લેવામાં આવેલા ફોટો થકી આપણે તે સમયનો ઈતિહાસ જાણી શક્યા છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ફ્રાન્સમાં 1837માં શરૂ થઈ હતી. આ તે વર્ષ હતું જેને ફોટોગ્રાફીની શરૂઆત માનવામાં આવે છે. વર્ષ 1837માં ફ્રેન્ચમેન લુઈસ ડેગ્યુરે અને જોસેફ નાઇસફોર નિપે દ્વારા વિકસિત ફોટોગ્રાફિક પ્રક્રિયાની શોધમાં થઈ હતી.
ફ્રેન્ચ વૈજ્ઞાનિક આર્ગોએ 07 જાન્યુઆરી 1839ના રોજ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ માટે એક અહેવાલ તૈયાર કર્યો હતો. ફ્રાન્સની સરકારે આ પ્રક્રિયા અહેવાલ ખરીદ્યો અને 19 ઓગસ્ટ 1939ના રોજ તેને સામાન્ય લોકો માટે મફત જાહેર કર્યો.ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ફોટોગ્રાફીના ફાયદા ફોટોગ્રાફીની શોધે વિશ્વના લોકોને એકબીજાની નજીક લાવ્યા. ફોટોગ્રાફીની શોધે એકબીજાને જાણવામાં, તેમની સંસ્કૃતિને સમજવામાં અને ઈતિહાસને સમૃદ્ધ કરવામાં ઘણી મદદ કરી છે. આજે આપણે ફોટોગ્રાફીની શોધને કારણે જ વિશ્વના દૂરના ખૂણે આવેલા ટાપુના જીવનની સચિત્ર માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ
આ દિવસનો હેતું
વિશ્વ ફોટોગ્રાફી  દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરના ફોટોગ્રાફરોને એક કરવાનો છે. આ દિવસ યુવાનોમાં ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસનું મહત્વ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં લોકોમાં જાગૃતિ લાવવા, એકબીજા સાથે વિચારો શેર કરવા અને દરેકને પ્રોત્સાહિત કરવાનો છે. ફોટોગ્રાફી દિવસનું મહત્વ વિશ્વ ફોટોગ્રાફી દિવસ માત્ર એવા લોકોને યાદ કરવા માટે ઉજવવામાં આવતો નથી જેમણે ફોટોગ્રાફીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરંતુ તે લોકોને ફોટોગ્રાફીના ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે
ઉલ્લેખનીય છે કે  આજે ફોટોગ્રાફી એક શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે જે સારી કમાણી પણ કરી રહ્યું છે. ફોટોગ્રાફી એ કરોડો લોકોની આવકનું સાધન બની ગયું છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસ યોજના શરૂ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર કોર્સકે આરાએ વર્ષ 2009માં વર્લ્ડ ફોટોગ્રાફી ડે સ્કીમ શરૂ કરી હતી.
આ સહીત પ્રથમ વૈશ્વિક ઓનલાઈન ગેલેરીનું આયોજન 19 ઓગસ્ટ 2010ના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ પર કરવામાં આવ્યું હતું. આ દિવસ સમગ્ર વિશ્વના ફોટોગ્રાફરોને એક કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
પ્રથમ સેલ્ફી કોણે  લીઘી હતી
વિશ્વની પ્રથમ સેલ્ફી અમેરિકન ફોટોગ્રાફર રોબર્ટ કોર્નેલિયસે 1839ની શરૂઆતમાં સેલ્ફી લીધી હતી. રોબર્ટ કોર્નેલિયસ તેનો કૅમેરો સેટ કરે છે અને લેન્સ કૅપને દૂર કરીને અને ફ્રેમમાં જઈને ફોટો લે છે. હવે તેને સેલ્ફી કહેવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code