1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ વાઘ દિવસ- વર્ષ 2018 સુધી ભારતમાં 3 હજાર 900 વાઘની સમૃદ્ધ સંપતિ -જે વિશ્વની 70 ટકા વાઘની વસ્તી છે
વિશ્વ વાઘ દિવસ- વર્ષ 2018 સુધી ભારતમાં 3 હજાર 900 વાઘની સમૃદ્ધ સંપતિ -જે વિશ્વની 70 ટકા વાઘની વસ્તી છે

વિશ્વ વાઘ દિવસ- વર્ષ 2018 સુધી ભારતમાં 3 હજાર 900 વાઘની સમૃદ્ધ સંપતિ -જે વિશ્વની 70 ટકા વાઘની વસ્તી છે

0
Social Share
  • વિશ્વ વાધ દિવસ-ભારતમાં વાધની સંખ્યા 3900
  • વિશ્વની કુલ વાઘની સંખ્યામાં 70 ટકા વાધની વસ્તી ભારતમાં
  • વર્ષ 2018ની ગણતરીનો વાધ ગણતરી રિપોર્ટ રજુ કરાયો

સમગ્ર વિશ્વમાં આજે એટલે કે 29 જુલઈના દિવસને આંતરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,દેશમાં વાઘની ઘટતી સંખ્યાને લઈને વિતેલા દિવસોમાં સંરક્ષણ માટેના અનેક કાર્યક્રમો યોજાયા છે,ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘછે જે આપણે સૌ કોઈ જાણઈએ છીએ ત્યારે તેની ઘટતી સંખ્યાને લઈને ચિંતા વ્યાપી રહી છે જેને લઈને સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે કે વાધની લુપ્ત થતી દરેક જાતિને બચાવી શકાય

જો સમગ્ર વિશ્વ સ્તરની વાત કરવામાં આવે તો હાલ વિશ્વમાં 3 હજાર 900 જેટલા જ વાઘછે, એક સદિ પૂર્વેથી વાઘની ઘટતી સંખ્યાને લઈને લોકોમાં ચિંતા ફેલાઈ છે,જ્યારે દેશમાં કરાયેલા અથાગ પ્રયત્નો હેઠળ હવે ભારતમાં વાઘની સંખ્યામાં પહેલા કરતા વધારો નોંધાયો છે,આતંરાષ્ટ્રીય વાઘદિવસ પહેલા જ વાધ ગણતરીનો એક એહવાલ રજુ કરવામાં આવ્યો હતો.

સમગ્ર વિશ્વની 70 ટકાથી વધુ વાઘની વસ્તી તો આપણા જ દેશમાં જોવા મળે છે,જે આપણા માટે ગૌરવ લેવાની બાબત છે,દેશમાં વાઘની ગણતરીના એહવાલ પ્રમાણે હાલ વાધની સંખ્યા 2 હજાર 967 છે તો સમગ્ર વિશ્વમાં 3 હજાર 900 જેટલા જ વાઘ જોવા મળે છે,જે વિશ્વની અન્ય પ્રાણીનીઓની સરખામણી ખુબ જ ઓછા કહી શકાય.

આ સમગ્ર બાબતે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ‘વિશ્વ વાઘ દિવસ’ના અગાઉ વાઘ ગણના રિપોર્ટ, વર્ષ 2018 રજુ કર્યો હતો જે મુજબની વાઘની ગણતરી પ્રમાણે દેશમાં 2 હજાર 967 વાધ જીવિત છે.તેમણે આ બાબતે જણાવ્યું હતું કે,દેશને પોતાના ત્યા વાઘની જે સંખ્યા વધી છે તેના પણ ગર્વ છે,આ સાથે જ તેમણે કહ્યું હતું કે, વાઘના રક્ષણ માટેના હેતુથઈ 12 ટાઇગર રેન્જ દેશો સંગાથે મળીને આપણે કાર્ય કરવા તૈયાર છીએ,ઈન્ટરનેશનલ લેવલે આપણા પાસે મહત્વની ગણાતી સંસાધનમાં ઘણુ બધુ છે જેમાં વાધની વસ્તીનો પણ સમાવેશ થાય છે જે વિશ્વ સ્તરે સૌથી વધુ વાઘની વસ્તી આપણા ભારત દેશમાં છે.

વાઘ દિવસ ઉજવવાની શરુઆત ક્યારથી થઈ

સેન્ટ પીટ્સબર્ગમાં વર્ષ ૨૦૧૦મા યોજવામાં આવેલી ટાઈગર સમીટમાં ૨૯ જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે  ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી ,અને આજના આ દિવસનો ખાસ હેતુ  વૈશ્વિક સ્તરે વાઘની જાળવણી અને તેને બચાવવા માટેના કાર્યો અને ઉપાયો જનતા સુધી  પહોચાડવા અને તમામના સહયોગથી વાઘને લુપ્ત થતાં બચાવવાનો છે. દેશમાં અને વિશ્વામાં વાઘને લુપ્ત થતાં બચાવવા માટે વિશ્વની એનિમલ હેલ્પ સંસ્થાઓ સાહીત પ્રાણીપ્રેમીઓ પણ તેમાં સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે.

વાઘ બાબતે જાણવા જેવી કેટલીક ખાસ વાતો

  •  વર્ષ 1973માં દેશમાં માત્ર નવ ટાઇગર રિઝર્વ હતા,હવે તે સંખ્યા હવે 50 છે
  • મિઝોરમની ડાંપા, પશ્ચિમ બંગાળની બુક્સા અને ઝારખંડ પલામૂ ટાઇગર રિઝર્વમાં નથી એક પણ વાઘ
  • ઉત્તરાખંડના જિમ કૉર્બેટ ટાઇગર રિઝર્વમાં સૌથી વધુ 231 વાઘ
  • વિશ્વ સ્તરે માત્ર 2.5 ટકા ઘરતી,4 ટકા વરસાદ અને વિશ્વની 16 ટકા વસ્તી છતાં ભારત વિશ્વનું આઠ ટકા જૈવ વિવિધતા ધરાવતો દેશ
  • દેશમાં વાઘની 70 ટકા વસ્તી પણ છ
  • હાલ દેશ 12 ટાઇગર રેન્જ દેશોનું નેતૃત્વ કરવા તૈયાર
  • વર્ષ 2006ની વાધ ગણતરીની સરખામણીમાં 2018ની ગણતરીમાં વાઘની સંખ્યા બે ગણી નોઁઘાઈ
  • દેશમાં સૌથી વધારે વાઘની સંખ્યા રાજ્ય મધ્યપ્રદેશમાં
  • દેશના કુલ આઠ રાજ્યોમાં વાઘની સંખ્યા 100થી વધારે
  • ભારતમાં જેટલા પણ વાઘ છે તેમાં 80 ટકા બંગાળ ટાઈગરનો સમાવેશ થાય છે
  • બંગાળ ટાઈગરની સંખ્યા દેશમાં અંદાજે 1700 જેટલી છે
  • ઈન્ટરનેશનલ યૂનિયન ફોર કન્જર્વેશન ઓફ નેચરે વર્ષ 2010મા વાઘનો સમાવેશ લુપ્ત જાતિમાં કર્યો ત્યારથી વાધ બચાવાની કવાયત હાથ ઘરાઈ હતી

 

દેશમાં વાઘની સંખ્યા ક્યા કેટલી છે

  1. મધ્યપ્રદેશમાં 526 વાઘ
  2. કર્ણાટકમાં 524 વાઘ
  3. ઉત્તરાખંડમાં 442 વાઘ
  4. મહારાષ્ટ્રમાં 319 વાઘ
  5. તમિલનાડુમાં 264 વાઘ
  6. અસમમાં 190 વાઘ
  7. કેરળમાં 190 વાઘ
  8. ઉત્તરપ્રદેશમાં 173 વાધ

કેટવા વર્ષમાં  વાધની સંખ્યામાં  કેટલો વધારો નોંધાયો

  • વર્ષ 2006માં વાઘની સંખ્યા 1411 હતી
  • વર્ષ 2010માં વાઘની સંખ્યા 1706 હતી
  • વર્ષ 2014માં વાઘની સંખ્યા 2226 હતી
  • જ્યારે વર્ષ 2018માં વાઘની સંખ્યા બમણી છીને કુલ 2967 થઈ

સાહીન

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code