
વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM – હૈદરાબાદના લોકો હવે પૈસાના બદલે સોનાના સિક્કાઓ ઉપાડી શકશે
- હૈદરાબાદમાં ગોલ્ડ એટીએમ મૂકાયું
- સોનાના સિક્કારની ખરીબી આ મશીનથી કરી શકાશે
હૈદરાબાદઃ- ભારત દેશ આજની સ્થિતિમાં દરેક મોર્ચે પ્રગતિ કરી રહેલો દેશ બન્યો છે, ટેકનોલોજી હોય કે પછી રોજગારી હોય કે પછી આત્મનિર્ભરતાનો મામલો હોય ભારત સતત તેમાં આગળ વધતો દેશ બનતો જઈ રહ્યો છે, ત્યારે હવે અંહીના રાજ્ય તેલંગણાના કેપિટલમાં ગોલ્ડ એટીએમ મશિન મૂકવામાં આવ્યું છે જે સંભવત વિશ્વનું પહેલું ગોલ્ડ એટીએમ હોઈ શકે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત હવે ડિજિટલ ક્ષેત્રમાં ખૂબ પ્રદાન કરી રહ્યું છે, ડિજીટલ ચૂકવણીએ ઘણા લોકો માટે ઓટોમેટેડ ટેલર મશીનોની મુલાકાત ઓછી કરી છે, ત્યારે હૈદરાબાદમાં એટીએમ મશીનનો ઉપયોગ હવેથી વધે તો નવાઈની વાત નહી હોય
કારણ કે અહીં સોનું ખરીદવા માટે એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે આ ગોલ્ડ એટીએમ મશિનનો ઉપયોગ સોનું ખરીદવા માટે થઈ શકે છે. જ્વેલરી ઉત્પાદક ગોલ્ડસિક્કા, જેણે નવીનતા માટે સ્ટાર્ટઅપ – OpenCube Technologies Pvt Ltd – સાથે સહયોગ કર્યો છે, તેણે તેને “વૈશ્વિક સ્તરે પ્રથમ રીઅલ-ટાઇમ ગોલ્ડ એટીએમ” હોવાનું જણાવ્યું છે. ગોલ્ડકોઈન કંપની દ્વારા સ્થાપિત આ એટીએમ, જે સોનાની ખરીદી અને વેચાણનો વ્યવસાય કરે છે, તે સોનાના સિક્કાઓનું વિતરણ કરે છે. ગોલ્ડ એટીએમ દ્વારા લોકો તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી સોનાના સિક્કા ખરીદી શકે છે.
એ એટીએમમાંથી સોનાના સિક્કાઓ ઉપાડી શકાય છે
આ ATM ગોલ્ડસિક્કા હેડ ઓફિસ અશોક રઘુપતિ ચેમ્બર્સ, પ્રકાશ નગર મેટ્રો સ્ટેશન બેગમપેટ ખાતે લગાવવામાં આવ્યું છે. ગોલ્ડ એટીએમમાં 5 કિલો સોનું રાખવાની ક્ષમતા છે. 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સોનાની રકમ માટે આઠ વિકલ્પો ઉપલબ્ધ છે. તે 0.5 gm, 1 gm, 2 gm, 5 gm, 10 gm, 20 gm, 50 gm અને 100 gm વિકલ્પોમાં ઉપલબ્ધ છે. 3જી ડિસેમ્બરે હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની ટેકનિકલ સમર્થન સાથે તેનું પ્રથમ ગોલ્ડ ATM લોન્ચ કર્યું