
મેલેરિયા માટે વિશ્વની પ્રથમ રસી તૈયાર – WHO એ ત્રણ દેશોમાં રસી લગાવાની જાહેરાત કરી છે
- મેલેરિયા માટે વિશ્વની પ્રથમ રસી તૈયાર
- – WHO એ ત્રણ દેશોમાં રસી લગાવાની જાહેરાત કરી
દિલ્હીઃ- વિશ્વભરમાં મેલેરિયા રોગના સામે હવે રક્ષ મળવા જઈ રહ્યુ છે મેલેરિયાની સામે લડત આપવા માટે હવે વેક્સિન તૈયાર થઈ ચૂકી છે, મેલેરિયા સામે વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. ઘણા મહિનાઓના સંશોધન પછી, વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે એક રસી વિકસાવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ ત્રણ દેશોમાં રસી લગાવવાની કરવાની જાહેરાત કરી છે. જાણીતી કંપની GlaxoSmithKline દ્વારા બનાવવામાં આવેલી Mosquirixને વિશ્વની પ્રથમ એન્ટિ-મેલેરિયલ રસી કહેવામાં આવી રહી છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આ રસી બનાવવા માટે 200 મિલિયન ડોલર નું જંગી ફંડ આપ્યું હતું.
સંશોધનમાં અત્યાર સુઘી આ રસી 30 ટકા સુધી અસરકારક હોવાનું કહેવાય રહ્યું છે. આ રસીના 4 ડોઝ લેવા પડશે. તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે ખૂબ મોંઘી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં, તેની કિંમતને ધ્યાનમાં રાખીને, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને તેને લોકો સુધી લઈ જવાના મિશન પર વિચાર કર્યો નથી.
આફ્રિકાના દેશોમાં મેલેરિયા સૌથી મોટી સમસ્યા છે. GSKનું કહેવું છે કે 2028 સુધીમાં અમે માત્ર 15 મિલિયન ડોઝનું ઉત્પાદન કરી શકીશું, જ્યારે અહીં દર વર્ષે 25 મિલિયન બાળકોનો જન્મ થાય છે. આ માટે 10 કરોડ ડોઝની જરૂર પડશે. આવી સ્થિતિમાં, આ માટે ભારતીય કંપનીની મદદ પણ લઈ શકાય છે.