- યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડન કોરોના પોઝિટિવ
- પીએમ મોદીએ જલ્દી સ્સ્થ થવાની કામના કરી
દિલ્હીઃ- વિશઅવભરમાં હજી પણ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છએ કોરોના સંપૂર્ણ ગયો નથી અને તે હાલ પણ અનેક લોકોની પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડનને પણ ફરી કોરોના થયો હોવાની જાણકારી મળી રહી છે.ગઈકાલે ગુરુપવારના રોજ તેઓ કોરોનાગ્રસ્ત હોવાની પૃષ્ટિ કરાઈ હતી.
આ બાબત વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું થે કે રાષ્ટ્રપતિમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. હવે તેઓ પેક્સલોવિડ એન્ટિવાયરલ ટેબ્લેટ લઈ રહ્યા છે. કોરોના વેક્સિનના બંને ડોઝ તેમણે સમયસર લીધા હતા. આ પછી તેમણે બે બૂસ્ટર ડોઝ પણ લીધો છે.
My best wishes to @POTUS @JoeBiden for a quick recovery from COVID-19, and prayers for his good health.
— Narendra Modi (@narendramodi) July 21, 2022


