
ચીનની આર્મી માટે કામ કરતી હતી વુહાન લેબ, અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ચોંકાવનારો દાવો
- અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ચોંકાવનારો દાવો
- કોરોના વાયરસને લઈને આપ્યું નિવેદન
- કહ્યું, ચીનની આર્મી માટે કામ કરતી હતી વુહાન લેબ
દિલ્લી: કોરોનાવાયરસને લઈને અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી માઈક પોમ્પિયો દ્વારા ફરીવાર નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનમાં પોમ્પિયો દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાવાયરસની ઉત્પતિ ચીનની વુહાન લેબમાંથી થઈ છે. અને તે લેબ ચીનની આર્મી માટે કામ કરતી હતી.
માઈક પોમ્પિયોએ કહ્યું કે વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીએ પોતાના માનવ રિસર્ચની સાથે સાથે સૈન્યની ગતિવિધિઓમાં પણ સામેલ હતી. તેમના નિવેદન એવા સમય પર સામે આવ્યું છે જ્યારે કોરોનાવાયરસની ઉત્પતિને લઈને નવેસરથી રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
પોમ્પિયો દ્વારા મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું કે અમે દાવા સાથે કહી શકીએ છે કે અમે જાણીએ છીએ કે તે લેબમાં ચીનની આર્મી માટે કામ કરવામાં આવી રહ્યું હતું. આ લેબમાં માનવ રિસર્ચના નામ પર સૈન્યની ગતિવિધિઓને અંજામ આપવામાં આવતો હતો. અને આ બાબતે ચીનએ કોઈ પણ પ્રકારની માહિતી આપવાની ના પાડી દીધી હતી.
જો કે ડબલ્યુએચઓની ટીમને પણ ત્યાં જવા પર રોકી દેવામાં આવ્યા હતા અને ચીન દ્વારા પરવાનગી આપવામાં આવી નહોતી.
કોરોનાવાયરસની ઉત્પતિને લઈને વિશ્વના તમામ દેશો ચીન પર શંકા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાવાયરસની ઉત્પતિ પર શોધખોળ થવી જોઈએ તેવી માગ પણ વધી રહી છે અને ચીન પર દબાણ કરવામાં પણ આવી રહ્યું છે.
અમેરિકાની મીડિયા દ્વારા તે પણ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો કે ચીન દ્વારા કોરોનાની ઉત્પતિ પર શોધખોળ કરનારી ડબલ્યુએચઓની ટીમ પર પણ નજર રાખવામાં આવી રહી હતી. ચીનમાં ડબલ્યુએચઓની ટીમને કોરોનાવાયરસની ઉત્પતિને લગતા કોઈ સબૂત પણ મળ્યા નથી અને કોઈ પુરાવા નથી કે કોરોનાવાયરસ વુહાન લેબમાંથી લીક થયો હતો.