દિલ્હી:ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા છે.જિનપિંગને શુક્રવારે સત્તાવાર રીતે ચીનના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.આ પ્રથમ વખત છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
પીપલ્સ પાર્ટી ઓફ ચાઈનાની વાર્ષિક નેશનલ પીપલ્સ કોંગ્રેસ ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાઈ હતી. શી જિનપિંગ એ જ નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાયા હતા. શુક્રવારે જિનપિંગે સત્તાવાર રીતે પદ સંભાળ્યું. શુક્રવારે જ જિનપિંગ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ પણ ચૂંટાયા.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શી જિનપિંગ સોમવારે પાર્ટીની સંસદીય બેઠકને સંબોધિત કરશે. બીજી તરફ શી જિનપિંગ સોમવારે સાંજે જ પત્રકારો સાથે વાત કરશે.આ અઠવાડિયાની શરૂઆતમાં, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ એક ડ્રાફ્ટ પ્લાન રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કમ્યુનિસ્ટ પાર્ટી સરકાર પર તેનું સીધું નિયંત્રણ વધારવા જઈ રહી છે.
ઓક્ટોબરમાં આયોજિત કમ્યુનિસ્ટ પાર્ટીની વાર્ષિક કોંગ્રેસમાં શી જિનપિંગે તેમની નવી ટીમ પણ પસંદ કરી હતી.જે અંતર્ગત લી કિઆંગ ચીનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. લી શી, ડીંગ ઝુઝિયાંગ અને કાઈ ક્વિનો પણ સમાવેશ થાય છે.
શી જિનપિંગ સત્તામાં આવ્યા તે પહેલા ચીનના રાષ્ટ્રપતિ માત્ર પાંચ વર્ષની બે ટર્મ અથવા 68 વર્ષની ઉંમર સુધી રાષ્ટ્રપતિ રહી શકતા હતા, પરંતુ વર્ષ 2013માં સત્તામાં આવેલા શી જિનપિંગે આ નિયમને ખતમ કરી દીધો હતો.આ જ કારણ છે કે શી જિનપિંગ 69 વર્ષના હોવા છતાં અને બે ટર્મ સફળતાપૂર્વક સેવા આપીને, અભૂતપૂર્વ રીતે ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.