
દેશના કાર માર્કેટમાં કારના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન ઉત્પાદકો તેમની કારમાં દમદાર ફીચર્સ આપી રહ્યા છે. આમાંના એક ફીચરનું નામ છે સનરૂફ. હા, આજકાલ ઘણા લોકો સનરૂફવાળી કાર પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, સનરૂફવાળી કારની માંગ સતત વધી રહી છે. પરંતુ સનરૂફના પણ કેટલાક ગેરફાયદા છે, ચાલો જાણીએ તેના વિશે…
- સલામતીનું ધ્યાન રાખશો નહીં
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો સનરૂફવાળી કારમાં સુરક્ષાનું ધ્યાન રાખતા નથી. લોકો સનરૂફનો દુરુપયોગ કરે છે, જેના કારણે લોકોનો જીવ ઘણીવાર જોખમ મુકાય છે. જો કોઈ વ્યક્તિ રોડ પર વાહન ચલાવતી વખતે સનરૂફમાંથી બહાર આવે તો તે ડ્રાઈવરનું ધ્યાન ભટકાવી શકે છે. જેના કારણે ગંભીર અકસ્માત થઈ શકે છે.
- AC વધુ કામ કરે છે
ઉનાળાની ઋતુમાં સનરૂફ અંદર બેઠેલા લોકો માટે મુશ્કેલી સર્જે છે. સનરૂફ કેબિનમાં સીધો સૂર્યપ્રકાશ પ્રવેશે છે, જેનાથી કારની અંદર ગરમીનું સ્તર વધે છે. જેના કારણે કેબિનને ઠંડુ રાખવા માટે કારના ACને વધુ મહેનત કરવી પડે છે. કારના AC પર વધુ પ્રેશર પડે છે, જેના કારણે એસી ઝડપથી બગડી જવાનો ભેય ઉભો થાય છે.
- જાળવણી સમસ્યા
જો કારમાં સનરૂફ હોય તો તેની યોગ્ય રીતે જાળવણી કરવી પડે છે. જો તમે સમયાંતરે સનરૂફ પર ધ્યાન ન આપો તો તેનાથી સનરૂફની કાર્યક્ષમતા ઘટી શકે છે. જો યોગ્ય જાળવણી ન કરવામાં આવે તો વરસાદની મોસમમાં લીકેજ થવા લાગે છે. વરસાદનું પાણી કારની કેબિનમાં પ્રવેશવા લાગે છે અને જ્યારે વરસાદ પડે છે ત્યારે કારની છત પર વધુ અવાજ આવે છે.
- માઇલેજ પર ખરાબ અસર
ઘણા ડ્રાઇવરો કારની સનરૂફ ખુલ્લી રાખીને વાહન ચલાવવાનું પસંદ કરે છે. જેના કારણે કારના માઈલેજ પર અસર પડે છે. જ્યારે સનરૂફ ખુલ્લી રાખીને કાર ચલાવવામાં આવે છે, ત્યારે ACને વધુ કામ કરવું પડે છે, જેના કારણે ઇંધણનો વપરાશ પણ વધે છે. આવી સ્થિતિમાં કારના માઈલેજ પર પ્રતિકૂળ અસર પડે છે અને માઈલેજ ઘટી જાય છે.