
નવસારીમાં બોગસ મતદાન કરતો યુવાનો ઝડપાયો
સુરતઃ દક્ષિણ ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું સવારથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન નવસારીમાં બોગસ મતદાન કરતો યુવાન ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ શંકાના આધારે યુવાનને પકડીને તપાસ કરતા બોગસ મતદાન કરતો હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા હતો. પરંતુ નવસારીમાં એક બોગસ મતદાર પકડાયો હતો. નવસારીના વોર્ડ નંબર 8માં બોગસ મતદાર પકડાયો હતો. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ શંકાના આધારે પૂછપરછ કરતા બોગસ મતદાર હોવાનું સામે આવ્યું હતું. બોગસ મતદાન કરવા આવેલો યુવાન બહારના રાજ્યનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.