
તમારૂ શરીર ઠંડીમાં ગરમ રહેશે, કાજુ-બદામ પણ ફીકા છે આના સામે
શિયાળમાં લોકો પોતાના શરીરને ઠંડીથી બચાવવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ ખાય છે. મોટા ભાગના લોકો કાજૂ-બદામ કે ડ્રાયફ્રુટ્સથી શરીરને ગરમ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે મોંઘા હોવાના કારણે કાજુ-બદામ ખરીદવા બધાની પહોંચમાં નથી. આવામાં આયુર્વેદ ચિકિત્સકમાં સસ્તામાં ઉપલબ્ધ ગોળ અને તલના ફાયદા સમજાવ્યા છે. આ બંન્ને વસ્તુ શિયાળામાં ડ્રાયફ્રુટ્સની જેમ શરીરમાં ગરમી પેદા કરે છે. શરીરના તાપમાનને જાળવવામાં મદદ કરે છે.
આયુર્વેદ એક્સપર્ટ, તલને શરીર માટે ખૂબ સારા માને છે. દેશી ગાયના ઘી પછી તલના તેલને ખૂબ સારૂ માને છે. તેમજ તેને સેવન કરલાની સલાહ પણ આપે છે. શિયાળામાં ગોળ અને તલને મિક્ષ કરી રોજ ખાવાથી શરીરમાં ગરમ રહે છે, અને શરદી, ઉધરસ અને ફ્લૂનો ખતરો ઓછો થાય છે. દરરોજ તલ અને ગોળના લાડુ કે 20-25 ગ્રામ તલ ખાવાથી ફાયદો થાય છે.
તલમાં જે ગુણ જોવા મળે છે, તે ગુણ કાજુ-બદામમાં પણ જોવા મળતા નથી. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-બી1, કોપર અને ઝિંકની સાથે તેમાં સેસામીન અને સેસમોલિન નામના બે સંયોજનો મળી આવે છે, જે કેન્સરની કોષોને વધવાથી રોકવાનું કામ કરે છે. આના સિવાય તલ હ્રદય રોગથી બચવામાં મદદ કરે છે. તેનું કારણ છે, તેમાં જોવા મળતા ફાયટોસ્ટેરોલ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી.
તલ અને ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. બંન્ને ને મિક્ષ કરીને ખાવાથી શિયાળમાં શરીરને જબરજસ્ત ફાયદો મળે છે. પરંતુ ડાયાબિટીઝના દર્દીઓને ગોળ ન ખાવો જોઈએ. કેમ કે તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધારે હોય છે અને આ શુગર વધારી શકે છે. જ્યારે તલમાં સેચ્યુટેડ ફેટી એસિડ હોય છે. જે કોલેસ્ટ્રોલને વધારી શકે છે.