1. Home
  2. ગુજરાતી
  3. એરપોર્ટ પર બનશે તમારો ચહેરો જ તમારો બોર્ડીંગ પાસ, સોમવારથી IGI એરપોર્ટ પર શરુ થશે આ ટેક્નિક
એરપોર્ટ પર બનશે તમારો ચહેરો જ તમારો બોર્ડીંગ પાસ, સોમવારથી IGI એરપોર્ટ પર શરુ થશે આ ટેક્નિક

એરપોર્ટ પર બનશે તમારો ચહેરો જ તમારો બોર્ડીંગ પાસ, સોમવારથી IGI એરપોર્ટ પર શરુ થશે આ ટેક્નિક

0
Social Share

દિલ્લી:  ભારતમાં જે રીતે દિવસે અને દિવસે હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી રહી છે તેને જોતા હવે નવી ટેક્નોલોજી આવી ગઈ છે. આ ટેક્નોલોજીના કારણે હવે પેસેન્જરોને બોર્ડીંગ પાસથી રાહત મળશે અને તેમનો ચહેરો બોર્ડીંગ પાસ બની જશે.

નવી ટેક્નિક મુજબ હવે વિમાન યાત્રીઓ માટે એરપોર્ટ પર તેમનો ચહેરો જ એન્ટ્રીકાર્ડ બની જશે. પેસેન્જરોની ચહેરો અને બાયોમેટ્રીકની સહાયતાથી એરપોર્ટ પર એન્ટ્રી થઈ શકશે.

‘ડિજી યાત્રા’ અંતર્ગત શરૂ થનારી આ સીસ્ટમ માટે સોમવારથી આઈજીઆઈ એરપોર્ટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે જેને જાપાનની એક કંપની સાથે મળીને કરવામાં આવી છે. હાલમાં તેને ટી-3 પર એક એરલાઈન્સ સાથે શરુ કરાઈ છે, આવનારા સમયમાં એર ઈન્ડીયા સહિત વધુ બે એરલાઈન્સ જોડાઈ જશે.

હાલમાં આ સિસ્ટમ એક વિકલ્પ તરીકે શરૂ કરાઈ છે, મતલબ યાત્રી ઈચ્છે તો તે ડીજી યાત્રા અંતર્ગત પણ ટી-3થી ફલાઈટ પકડી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code