
ઝોમેટોના કો-ફાઉન્ડર ગુંજન પાટીદારે રાજીનામું આપ્યું
દિલ્હી:ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.હવે Zomatoના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.કંપની તરફથી શેરબજારને આની જાણ કરવામાં આવી છે.પાટીદાર ઝોમેટોના શરૂઆતના કર્મચારીઓમાંના એક હતા.તેણે કંપની માટે કોર ટેક સિસ્ટમ બનાવી
સોમવારે તેમના રાજીનામાની માહિતી આપતા, કંપનીએ કહ્યું- ગુંજન પાટીદારે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી કંપનીની ટેક લીડરશીપ ઉભી કરી છે.જોકે, પાટીદાર કંપનીના મુખ્ય સંચાલકીય કર્મચારીઓમાં નહોતા.જોકે, કંપનીએ તેમના રાજીનામાનું કારણ જણાવ્યું નથી.
LinkedIn પ્રોફાઇલ મુજબ, ગુંજન પાટીદાર છેલ્લા 14 વર્ષથી Zomato સાથે સંકળાયેલા હતા. તેણે આઈઆઈટી દિલ્હીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.Zomato CEO દીપેન્દ્ર ગોયલે પણ અહીંથી અભ્યાસ કર્યો છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, મોહિત ગુપ્તાએ સહ-સ્થાપક પદ પરથી રાજીનામું આપ્યું હતું.તે લગભગ સાડા ચાર વર્ષ પહેલા Zomato સાથે જોડાયા હતા.તેમને 2020 માં CEO પદ પર બઢતી આપવામાં આવી હતી અને સહ-સ્થાપક બનાવવામાં આવ્યા હતા.
છેલ્લા વર્ષમાં Zomatoમાં ઘણા મોટા રાજીનામા આવ્યા છે. જેમાં ન્યૂ ઇનિશિયેટિવના વડા રાહુલ ગંજુ, પૂર્વ ઉપપ્રમુખ અને ઇન્ટરસિટીના વડા સિદ્ધાર્થ ઝાવરનો સમાવેશ થાય છે.