
પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલી આપવા રેલ્વેનો મહત્વનો નિર્ણય – અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને હવે અક્ષરધામ એક્સપ્રેસ કરાશે
- પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલી આપવા રેલ્વેનો મહત્વનો નિર્ણય
- અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને હવે અક્ષરધામ એક્સપ્રેસ કરાશે
અમદાવાદઃ- અમદાવાદ-દિલ્હી વચ્ચે ચાલતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે બદલવાની કવાયત હાથ ઘરાી છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ ટ્રેનનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ રાખવામાં આવશે. આ બાબતને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે આ જાણકારી આપી હતી
આ નિર્ણય BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે લેવાયો હોવાનું જણાવ્યું છે.રેલ્વે મંત્રીએ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા સ્વામીની એક મહિના સુધી ચાલતી શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ જાહેરાત કરી હતી.
અમદાવાદ શહેરની હદમાં આવેલા 600 એકર પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પત્રકારો સાથે વાત કરતા વૈષ્ણવે જણાવ્યું હતું કે, “દિલ્હીથી અમદાવાદને જોડતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને ટૂંક સમયમાં પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ તરીકે અક્ષરધામ એક્સપ્રેસ નામ આપવામાં આવશે
આ સહીત મંત્રી વૈષ્ણવે બીએપીએસના વર્તમાન મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા અને સંપ્રદાયના માનવતાવાદી કાર્યની પ્રશંસા કરી હતી. 13 ઓગસ્ટ 2016ના રોજ સ્વામી મહારાજનું અવસાન થયું હતું ઉલ્લેખનીય છે કે , પ્રમુખસ્વામી મહારાજનો જન્મ 7 ડિસેમ્બર, 1921ના રોજ થયો હતો અને વર્ષ 1950માં તેઓ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા બન્યા હતા. 13 ઓગસ્ટ 2016ના રોજ તેમનું અવસાન થયું હતું.