Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ યોજનાનો ઉદ્દેશ સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે કોઈ મહિલા રોજગાર મેળવે છે ત્યારે તે તેના સપનાઓને નવી પાંખો આપે છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની મુદ્રા યોજના, ડ્રોન દીદી અભિયાન, વીમા સખી અભિયાન અને બેંક દીદી અભિયાન દેશભરની મહિલાઓ માટે રોજગાર અને સ્વરોજગારની તકો ઉભી કરી રહી છે તેના પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી હતી.

Exit mobile version