1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. બાળકો માટે નાસ્તામાં બનાવો પોટેટો સ્માઈલી, જાણો રેસીપી
બાળકો માટે નાસ્તામાં બનાવો પોટેટો સ્માઈલી, જાણો રેસીપી

બાળકો માટે નાસ્તામાં બનાવો પોટેટો સ્માઈલી, જાણો રેસીપી

0
Social Share

બાળકો સાંજના સમયે કંઈક અલગ જ ખાવાની જીદ કરે તો તમે તેમના માટે ઘરે જ ઝડપથી બટાટાની સ્માઈલી બનાવી શકો છો. બટાટા સ્માઈલીની જોઈને બાળકોના ચહેરા ઉપર પણ ખુશી આવી જશે. તમે અવાર-નવાર બજારમાંથી મળતા પેક્ડ ફ્રોઝન સ્માઈલી આરોગ્યા હશે પરંતુ ઘરે ફ્રેશ અને ક્રિસ્પી સ્માઈલીઝનો સ્વાદ આપણને વધારે પસંદ આવશે. આ રેસીપી ગણતરીની મિનિટોમાં જ તૈયાર થઈ જાય છે. જાણો આ ખાસ બટાટા સ્માઈલીની રેસીપી

સામગ્રી

4 મીડિયમ સાઈઝના બટાટા
એક કપ કોર્ન ફ્લોર
બે મોટી ચમચી બ્રેડ ક્રમ્બ્સ
અડધી ચમચી કાળા મરીનો પાઉડર
અડધી ચમચી લાલ મરચાનો પાઉડર
મીઠુ સ્વાદ અનુસાર
અડધી ચમચી ચાટ મસાલો
ફ્રાઈ કરવા માટે તેલ

બનાવવાની રીત

બટાટા સ્માઈલીઝને બનાવવા માટે સૌથ પ્રથમ બાફેલા બટાકાને સારી રીતે મેશ કરો જેથી તેમાં કોઈ ગઠ્ઠો ન રહે. બટાકા જેટલા મુલાયમ હશે, સ્માઈલી તેટલા સારા બનશે. મેશ કરેલા બટાકામાં કોર્નફ્લોર, બ્રેડક્રમ્સ, મીઠું, કાળા મરી, લાલ મરચું અને ચાટ મસાલો ઉમેરો. નરમ કણક જેવું મિશ્રણ બનાવવા માટે તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને રોલિંગ પિનથી થોડું રોલ કરો અને પછી તેને ગોળ ઢાંકણ અથવા કૂકી કટરથી ગોળ આકારમાં કાપો. બે આંખો બનાવવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરો અને ચમચીથી સ્માઈલીનો આકાર આપો. આ તૈયાર કરેલી સ્માઈલીને 15 થી 20 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો. આનાથી તે તળતી વખતે તૂટતા અટકશે અને તે વધુ ક્રિસ્પી બનશે. એક પેનમાં તેલ ગરમ કરો અને સ્માઈલીને મધ્યમ તાપ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. જો તમે ઇચ્છો તો, તમે તેને એર ફ્રાયર અથવા ઓવનમાં પણ બનાવી શકો છો. હવે તમે તેને ટામેટાની ચટણી અથવા મેયોનેઝ સાથે પીરસી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code