Site icon Revoi.in

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસ 4 દિવસની ભારતની મુલાકાતે

Social Share

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેંસ આજે સવારે ચાર -દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચી ગયા છે. ઉપપ્રમુખ જેડી વેંસ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરવામાં આવી શકે છે. અમેરિકાના ઉપપ્રમુખ તેમના પ્રતિનિધિ મંડળની સાથે દિલ્હીના અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે, સાથે જ  તેઓ અમેરિકા જતાં પહેલાં જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે.  

જેડી વેંસ આજે 21 થી 24 એપ્રિલ સુધી જયપુરમાં રહેશે. 22 એપ્રિલની સવારે, તેઓ ઐતિહાસિક આમેર કિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેમનું પરંપરાગત રાજસ્થાની શૈલીમાં સ્વાગત કરવામાં આવશે. વેંસ અને તેનો પરિવાર જોધપુરી પાઘડી પહેરશે અને રાજસ્થાની કઠપૂતળીના શો, લોકનૃત્ય, પરંપરાગત ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણશે. ત્યારબાદ વેંસ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાનારી US-ઇન્ડિયા બિઝનેસ સમિટમાં ભાગ લેશે અને બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો અંગે પોતાનો દ્રષ્ટિકોણ શેર કરશે. 23 એપ્રિલે, તેઓ યુએસ એરફોર્સના ખાસ વિમાન દ્વારા આગ્રાની મુલાકાત લેશે અને તાજમહેલ જોશે. લગભગ ત્રણ કલાક ત્યાં રહ્યા પછી, તેઓ બપોરે ફરી જયપુર પાછા ફરશે અને તે જ દિવસે જયપુર સિટી પેલેસની મુલાકાત પણ લેશે.