1. Home
  2. ગુજરાતમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહનું આવતીકાલે પરિણામ થશે જાહેર

ગુજરાતમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહનું આવતીકાલે પરિણામ થશે જાહેર

0

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું અને ગુજકેટની પરીક્ષાનું આવતીકાલે ગુરુવારે પરિણામ જાહેર થશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધો-10 અને ધો-12ની પરીક્ષા યોજાઈ હતી. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં લગભગ 1.47 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત ગુજકેટની પણ પરીક્ષા યોજાઈ હતી. આવતીકાલે શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગત વર્ષે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99 ટકા આવ્યું હતું. ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8 કલાકે વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલમાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ચાલુ વર્ષે 7મી માર્ચથી ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો આરંભ થયો હતો. આ ઉપરાંત આગામી દિવસોમાં ધો-12 સામાન્ય પ્રવાહ અને ધો-10નું પણ પરિણામ જાહેર કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code