
ભારતીય વાયુસેનામાં છ દાયકાથી મિગ-21 ફાઈટર જેટ કાર્યરત, અત્યાર સુધીમાં 200 દૂર્ઘટના સર્જાઈ
નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં વાયુસેનાનું વિમાન મિગ 21 દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનાને પગલે ફરી સોવિયત મૂળના મિગ-21 વિનામને લઈને સવાલો ઉભા થયાં છે. ભારતીય વાયુસેનામાં આ વિમાન 1960ના દશકમાં સામિલ કરવામાં આવ્યું હતું. લગભગ 62 વર્ષમાં લગભગ 200 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મિગ 21 લાંબા સમયથી ભારતીય વાયુસેનામાં મુખ્ય આધાર હતો. જો કે, વિમાનની સુરક્ષાનો રેકોર્ડ ખુબ જ ખરાબ છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે.
રાજ્ય સભામાં રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટેએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં ત્રણ સેવામાં વિમાન અને હેલિકોપ્ટરોની દૂર્ઘટનામાં 42 સુરક્ષા જવાનોના મોત થયાં હતા. જેમાં 29 ભારતીય વાયુસેનાના પ્લેટફોર્મમાં સામેલ છે.
એક સમયમાં ફાઈટર જેટ મિગ 21 વિમાન ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ માનવામાં આવતું હતું. જો કે, હવે આ વિમાન યુદ્ધ માટે કે ઉડાન ભરવા માટે ફીટ નથી. જો કે, બાલાકોટ એરસ્ટ્રાઈક પછી મિગ-21 બાઈસન વિમાનએ પાકિસ્તાનના યુદ્ધ વિમાનો સામે મુશ્કેલી ઉભી કરી હતી. વાયુસેનામાં 1960થી મિગ 21 વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.