
મહારાષ્ટ્ર: થાણેમાં આગની ઘટનામાં 4 ગોડાઉન બળીને રાખ, જાનહાની ટળી
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આગ લાગવાની ઘટના બની હતી. આગની આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર ગોડાઉન બળીને રાખ થઈ ગયા હતા. જો કે, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શિલફાટા વિસ્તારમાં મંગળવારે એક કોમ્પ્લેક્સમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ ચાર ભંગારના ગોડાઉન આગની ઝપટમાં આવ્યાં હતા. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે સવારે 9.30 વાગ્યાની આસપાસ શિલફાટા-મ્હાપે રોડ પરના એક કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગના કારણે કોઈને જાનનું નુકશાન થયું નથી, અને કોઈ ઇજાગ્રસ્તહ હોય તેવા પણ સમાચાર સામે આવ્યા નથી પરંતુ આગ ને કારણે 4 ગોડાઉન બળી જતાં વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. જો કે ફાયરબ્રિગેડના જવાનોએ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, સ્થાનિક ફાયરમેન અને આરડીએમસી સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ચાર ગોડાઉન જેમાં ભંગારની સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તે આગમાં સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. જ્યારે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ત્યારે સ્થળ પર કૂલિંગ કામગીરી ચાલી રહી છે,